________________ ક્ષમા એ વાસનાનું વાત્સલ્યમાં રૂપાંતરણ કરે છે. સામે ક્રોધ એ વાસનાને નોતરે છે. ક્રોધના પનારે પડેલા માણસનું સર્વતોમુખી પતન થાય છે. આર્થિક, સામાજિક, આધ્યાત્મિક.. બધી રીતે એ પતનની ખાઈમાં જઈ પડે છે ! કશી જ દિશાનો વિકાસ એના માટે શક્ય નથી બનતો. પોતાના નિકટના સગામાં પણ તે અપ્રિય થઈ પડે છે. સંદેશ સ્પષ્ટ છે કે જો ક્રોધના પનારે પડ્યા તો બધી રીતે દેવાદાર થયે જ છૂટકો છે. પુણ્યના જોરે કદાચ બાહ્ય નુકશાન ન થાય તો પણ આધ્યાત્મિક નુકસાની પારાવાર છે. ક્રોડ ક્રોડ પૂર્વનું સંયમજીવન આ ક્રોધના માધ્યમે નિષ્ફળ જાય છે. ક્રોડ પૂર્વની સંયમજીવનની સાધના એટલે કે આરાધનાનો મેરુપર્વત જ જોઈ લો. છતાં ક્રોધના લીધે બધું સાફ ! માસક્ષમણના પારણે માસક્ષમણ કરનાર અગ્નિશર્માની બધી સાધના એકમાત્ર આ ગુસ્સાના કારણે સાફ થઈ ગઈ. કમઠ અને મરુભૂતિ તરફ નજર નાખશો તો પણ આ જ હકીકત જોવા મળશે. અધ્યાત્મજગતમાં દેવાદાર થવાનો શોર્ટકટ એટલે જ ક્રોધ. કઠોરમાં કઠોર સાધનાને ક્ષણ વારમાં નિષ્ફળ કરી દેતું પરિબળ એટલે જ ક્રોધ ! આપત્તિ ગમે તેવી આવે, પ્રતિકૂળતા ગમે તેવી આવે છતાં ક્ષમા ટકાવી રાખવી છે - આ જીવનનું લક્ષ્ય બનાવી દો તો કંઈક ક્રોધથી છૂટકારો મળી શકશે. પૂર્વાચાર્યો તરફ થોડી નજર કરશો તો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ગમે તેવી પ્રતિકૂળતા આવે છતાં તેને હસતે મુખડે સહેવામાં જ સહુએ પોતાનું કલ્યાણ જોયું છે. પ્રતિકૂળતાને હસતે મુખે સહેનારા આજના કાળમાં પણ છે જ. ભચાઉ-કચ્છના બંધડી ગામમાં રહેતા ખેતીબેન ! આંખમાં શકચૂર નામનું જીવડું જતું રહ્યું. અસહ્ય પીડા જાગી ઉઠી. છતાં ક્ષમાશીલ ખેતીબેને સમભાવે સહી લીધું. ભયંકર પીડાને હાયવોય વિના વેઠી લીધી. એક તરફ મોઢામાંથી નહીં ઉચ્ચાર્યો. યાદ કરો હિંમતભાઈ બેડાવાળાને કે આખી રાત મંકોડાઓ ખોતરીખોતરીને આખા પગને લોહીલુહાણ કરી દે છતાં કાઉસ્સગ્નમાં લીનતા જરા પણ ઘટે નહીં, એ જ સ્વસ્થતા અનુભવાય. આવા સાધકો નજીકના 402