________________ 'રૂટ પોલિસી ની હવે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ તથા કારગત એવી ત્રીજી પોલિસી અંગે વિચારીએ. ગુસ્સો આવે છે તેની પાછળ કારણ એ છે કે - (1) કોઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જે આપણને માન્ય નથી હોતી. (2) કોઈક વ્યક્તિ આપણી સાથે એવો વ્યવહાર કરે કે જે આપણને અપેક્ષિત ન હોય. (3) કોઈક એવા શબ્દો આપણને સાંભળવા મળે કે જે આપણને પસંદ ન હતા. આ તમામ કારણ વખતે ક્રોધથી બચવાનો બહુ સરસ રસ્તો એ છે કે એના મૂળને શોધો. પછી ગુસ્સો ઓસરી જશે. દીકરો તમારું માનતો નથી, તમારું અપમાન કરે છે ત્યારે તમને ગુસ્સો આવે છે. વિચારો - આનું મૂળ શું ? કદી દીકરાને પાંચ મિનિટનો સમય પણ નથી આપ્યો. માટે દીકરાને તમારી ઉપર અભાવ તો નથી થઈ ગયો ને ? કદી મનપસંદ ચેનલ જોતી વખતે વચ્ચે ટકટક કરતા દીકરાને તમે હડધૂત તો નથી કર્યો ને ? 23