________________ બસ સ્ટોપ તરીકે આવે તે સુખનો માર્ગ હોય ? ગુસ્સો કરીને તમે સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ, ગુસ્સો કરવા દ્વારા અશાંતિ અને અસમાધિ જ આવે તો તે ગુસ્સો સુખનો માર્ગ કેવી રીતે કહી શકાય? બીજાની સાથે છેતરપિંડી કરવી, કોઈકને અન્યાય કરવો, ક્રોધ કરવો - આ સુખના માર્ગ ઉપર આવનારા બસસ્ટોપ નથી. કારણ કે આ બધાં દ્વારા સરવાળે તો અશાંતિ અને અસમાધિ જ પ્રાપ્ત થાય છે. તે સંસારમાર્ગના, દુઃખ-દુર્ગતિના માર્ગના વચલા બસસ્ટોપ છે. જંદગીના વહી ગયેલા વરસોનો હિસાબ તપાસી જાઓ. સુખ મેળવવા માટે જ દરેક પ્રવૃત્તિ કરી હોવા છતાં જીવનમાં સુખની મંઝિલ આવી કે નહિ? સુખની વાત તો દૂર છે. શાંતિ મળી ? સમાધિ મળી ? જો શાંતિ અને સમાધિ પણ પ્રાપ્ત નથી થઈ તો તે રસ્તે આગળ વધતા સુખ મળે તેવી શક્યતા શી ? અમદાવાદથી નીકળ્યા બાદ જો રસ્તામાં આબુ આવે તો તે રસ્તે આગળ વધતા મુંબઈ આવે તેવી કોઈ શક્યતા નથી. તો પછી જે પણ રસ્તે આગળ વધતા અસમાધિ, સંક્લેશ વગેરે જ આવે તે રસ્તે સુખ મળે તેવી કોઈ શક્યતા નથી. દુઃખના માર્ગમાં જ અશાંતિને અને અસમાધિને સ્થાન છે માટે, સાવચેત થઈ જજો. આટ-આટલા વરસો પછી પણ જો અશાંતિ અને અસમાધિ જ પ્રાપ્ત થઈ હોય તો નિશ્ચિત સમજી રાખજો કે તમે દુઃખના માર્ગો છો. આ દુઃખના માર્ગેથી તાત્કાલિક પાછા વળી જાઓ. ગુસ્સો એ સુખનો માર્ગ નથી, દુઃખનો માર્ગ છે. તમે સુખ મેળવવા માટે ગુસ્સો કરો છો. પણ હકીકતે તેના દ્વારા સુખ નહીં, દુઃખ જ મળવાનું છે. માટે, હજુ પણ જાગી જવા જેવું છે. એક વાર ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા... આ બધા ગુણોને અપનાવી તો જુઓ. શાંતિ અને સમાધિ મળીને જ રહેશે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ સુખને મેળવવા માટે ક્ષમા-નમ્રતાનો જ રસ્તો અપનાવ્યો છે. એટલે જ ઢગલાબંધ ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ શાંતિ અને સમાધિ જ પરમાત્માને પ્રાપ્ત થયા છે. એ રસ્તે ચાલીને જ પરમાત્માએ શાશ્વત સુખને સંપ્રાપ્ત કર્યું. લક્ષ્ય તો સહુનું એક જ છે - સુખ ! પણ, અનાદિ કાળના 383