________________ લબ્ધિના સ્વામી ગૌતમ ગણધર બાજુમાં જ હોવા છતાં તેમને પણ પ્રભુને બચાવવાનો વિચાર નથી આવતો. જો તીર્થંકરનું વિશિષ્ટ પુણ્ય પણ હોનહાર સામે વ્યર્થ સાબિત થતું હોય, હોનહારને બદલાવી શકતું ન હોય તો તમારું અને મારું પુણ્ય તો શી રીતે હોનહારને બદલાવી શકવાનું ? પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે સગો દીકરો પણ મદદ ન કરે તો ઉગ શા માટે ? હોનહાર જ એવા પ્રકારની છે કે દીકરો તમને મદદ નથી કરવાનો. હોનહારને જ દોષિત માની લઈ દીકરા પ્રત્યે સભાવ ટકાવી ન શકાય? કોઈ પણ પ્રતિકૂળ ઘટના ઘટે, પ્રયત્નો કરવા છતાં નજીકના માનેલા તરફથી પણ કટોકટીના સમયે સહાય ન મળે તો સમજી લેવાનું કે આવી જ હોનહાર છે. નિયતિના પથ્થર ઉપર લખેલું કદાપિ મિથ્યા થઈ શકતું નથી. જો તમારી નિયતિમાં જ લખાયેલું હશે કે દીકરો તમને મદદ નહીં કરે - તો તેને કોણ અન્યથા કરી શકવાનું છે ? નિયતિમાં જો તમને બિલકુલ સહાય ન મળવાનું લખાયેલું હશે તો નજીકના પણ કોઈ તમને સહાય નથી જ કરવાના અને જો નિયતિમાં તમને સહાય મળવાનું લખાયેલું હશે તો ક્યાંકથી ને ક્યાંકથી તમને સહાય મળી જ જવાની છે. દયમતી, સીતા વગેરેનો જીવન તપાસી જાવ. આ સિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા પ્રગટશે. 1 કરોડ દેવતાઓ જેની સેવામાં ખડે પગે હાજર હોય, 64 ઈન્દ્રો જેની સેવા માટે તલસતા હોય, અનંત લબ્ધિ સંપન્ન ગૌતમસ્વામી જેવા જેના ચરણે શીષ ઝૂકાવતા હોય, પોતાની પાસે વિશ્વની સર્વોત્કૃષ્ટ એવી તીર્થંકરની પોસ્ટ’ હોય - આટ આટલું હોવા છતાં એક લેમેન જેવો ગોશાળો જો શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને ઉપસર્ગ કરી જતો હોય તો એનો મતલબ સાફ છે કે હોની કદાપિ અનહોની થતી નથી. તો પછી ઘરમાં કે દુકાનમાં ક્યાંય પણ તકલીફ પડે તે વખતે દીકરો કે નજીકના સગા કે ખાસ મિત્રો સહાય ન કરે, તો ગુસ્સો શા માટે ? અનંતલબ્ધિના નિધાન હોવા છતાં ગૌતમસ્વામી પણ ભગવાનને બચાવવા વચ્ચે ન પડ્યા કે લબ્ધિનો ઉપયોગ ન કર્યો તેમાં ગૌતમસ્વામીનો વાંક નથી. પરંતુ પ્રભુ વીરના કર્મનો વાંક છે, તેવા પ્રકારનો ભાવભાવ છે - આ વાત જેટલી સારી રીતે સમજી શકો છો તે જ રીતે જ્યારે 373