________________ રહેલ હોય છે. પણ વાસના, લાલસા, ક્રોધ, માન આદિના ઘોંઘાટમાં એ અવાજ દબાઈ જાય છે. એક વાર અંતઃકરણને નીરવ કરી, શાંત ચિત્તે રૂમના કોઈ ખૂણામાં પલાંઠી વાળી બેસી જજો. અંતરના અવાજને સાંભળવાનો પ્રયત્ન કરજો. એને વિનવજો, માર્ગદર્શન આપવા વિનંતિ કરજો. ચોક્કસ ! એ અવાજ તમને સંભળાશે. દરેકના આત્મામાં ભલાઈ અને બુરાઈ બન્ને પ્રકારના અંશો વિદ્યમાન જ હોય છે. ભલાઈના અવાજને સાંભળનાર વ્યવહારમાં ભલો કહેવાય છે. બુરાઈના જ અવાજને સાંભળે રાખનાર વ્યવહારમાં બુરો કહેવાય છે. જો અંતઃકરણને શાંત બનાવી અંતરના સારા અવાજને સાંભળશું તો અવશ્ય એ અવાજ દરેક પરિસ્થિતિમાં સાચું માર્ગદર્શન આપશે. ગુસ્સો આવતા તમને એ ચેતવણી આપશે, અટકાવશે. એ અવાજને અનુસરવામાં તમારું નિ હિત જ થશે. દરેક આત્મામાં પરમાત્માનો અંશ રહેલો છે. તેના તરફ લક્ષ દો તો તે તમને સાચું માર્ગદર્શન પણ આપે. તેના અવાજને કદી કચડો નહિ.) સૌ પ્રથમ તો અનાદિ કાળથી જેના અવાજને કચડેલ છે તે નિજપરમાત્મતત્ત્વની માફી માંગો, તેની અભિમુખ થાવ, તેને પ્રગટ કરો, તેના અવાજને સાંભળવાનો-સમજવાનો-સ્વીકારવાનો સંકલ્પ પ્રબળ કરો, તો જ એ ખરા સમયે તમારી મદદમાં આવશે. તે માટે મનને, અંતઃકરણને નીરવ કરવું પડે. હૃદયને શાંત કરવું પડે. ટૂંકમાં, આ વોલક્લોક પોલિસી એટલું જ કહે છે કે - કોઈક એકાંત પળોમાં અંદરના માંહ્યલાને જાગૃત કરી દો, તેને ઝંકૃત કરી દો. પછી એ માંહ્યલો જ તમને રસ્તો ચીંધશે. એ રસ્તે ચાલતા ક્રોધ રવાના થઈને જ રહેશે. માંહ્યલો જાગ્યો નથી. માટે ક્રોધ ધમાચકડી મચાવે છે. એક વાર માંહ્યલો ખરેખર જાગી ગયો તો તાકાત નથી ક્રોધની કે એ પલભર પણ ટકી શકે ! વોલક્લોક પોલિસીના આ સંદેશાને આત્મસાત્ કરી અંદરના માંહ્યલાને પ્રગટ કરવા મહેનત કરી છૂટો ! 361