________________ કોઈ માણસ તમારું અપમાન કરે, તમારી ઉપર ગુસ્સો કરે તો પણ તમારે ગુસ્સો કરાય જ કેવી રીતે ? કારણ કે તમારી પોસ્ટ-તમારું સ્ટેટસ - આ બધું જ ગુસ્સાથી પ્રતિકૂળ છે, તમે જૈન છો. જિનનો અનુયાયી એટલે જૈન. જિન એટલે ક્રોધાદિ ચારે કષાયોના વિજેતા! ક્રોધાદિ ચારેય કષાયોના વિજેતાના અનુયાયી તમે છો, તો પછી તમારાથી ગુસ્સો થાય જ શી રીતે ? કમ સે કમ યાદ રાખો કે તમે માનવ છો, દાનવ નહિ. ગુસ્સો તે દાનવને શોભે, માનવને નહિ, કૂતરો તમને બટકું ભરે તો સામે તમે કૂતરાને બટકું ભરવા નથી જતા. કારણ કે તમને તમારી પોસ્ટની સમજણ છે. તો પછી તમને તમારી “જેન' તરીકેની પોસ્ટનો, “માનવ' તરીકેના સ્ટેજનો ખ્યાલ હોય તો ગુસ્સો તમે કરી જ શી રીતે શકો ? એક જૈન ગુસ્સો કરે - આ વાત જ કેટલી અસંગત છે ! સર્વ દોષોના નાશક અરિહંત પરમાત્માનો અનુયાયી ગુસ્સાથી લાલચોળ હોય ? પ્રશાંત રસના મહાસાગર એવા પરમાત્માનો અનુયાયી ઉકળાટભર્યો હોય ? સામેવાળો ગુસ્સો કરનાર, તમને ઠગનાર, વિશ્વાસઘાત કરનાર તો મોહાધીન છે. એટલે એ આ બધું કરી શકે. પણ, તમે તો જૈન છો, મોહને જીતનારા છો. તમે આવું કરી શકો ? તમને આ શોભે ? સંગમને ચપટીમાં મસળી નાંખવાની તાકાત ધરાવવા છતાં આપણા માલિક મહાવીર મહારાજાએ, સંગમે નિષ્કારણ ઉપસર્ગોની ઝડી વરસાવી છતાં શાંતિ જ ધારી, દેવી શક્તિથી કાળચક્ર ફેંક્યું છતાં ક્ષમા જ રાખી. આવા મહાવીર મહારાજાના અનુયાયી તરીકે કોઈ વિશ્વાસઘાત કરે અને મગજ ઉકળાટમાં આવી જાય - આવી વાત શોભે? ના, પરમક્ષમાધારી મહાવીર મહારાજા જેના માટે ઉપાસ્ય હોય તેના માટે આ વાત હરગિજ ન શોભે. જો વડાપ્રધાનને ઝાડું કાઢવું ન શોભે તો જેનને ગુસ્સો પણ ન શોભે ! માટે, સામેવાળી વ્યક્તિને કે જે કર્માધીન છે, તેને ગુસ્સો શોભે. પણ, મને કેવી રીતે શોભે ? મેં તો ક્ષમાવીરને ઉપાસ્ય માનવા દ્વારા ક્ષમાને જ ઉપાસ્ય માની છે. અને હવે ક્ષમા જ ન રાખું તે કેમ ચાલે ?' - આવી વિચારધારા અપનાવો, ચોક્કસ ગુસ્સો 348