________________ જાય તો તેમાં શા માટે ગુસ્સો કરવો ? ક્ષમા રાખશો તો કદાચ રૂા. ૫૦૦૦નું નુકસાન થશે. પણ, ક્રોધ કરવા દ્વારા તો અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય આંકી ન શકાય તેટલું મોટું નુકસાન થઈ જશે, તેનું શું ? શું ગુસ્સો કરવાથી કશુંક ગુમાવ્યાનો અહેસાસ જ નથી થતો? શું નથી લાગતું કે ગુસ્સો કરવા દ્વારા શાંતિ, સમાધિ, પ્રસન્નતા, હળવાશ - આ બધું હું વેરવિખેર કરી રહ્યો છું ? તિજોરીમાં પડેલું કોઈ ચોરી શકશે. પણ નસીબમાં પડેલું તો કોઈ લૂંટી શકવાનું નથી. તો શા માટે નાની -નાની નુકસાનીમાં મગજ ગુમાવી દો છો ? અને કોઈની સાથે દુર્વ્યવહાર કરી બેસો છો ? “જે કોઈ પણ મારી પાસેથી જે કંઈ પણ લૂંટશે તે મારા નસીબમાં નહીં હોય તે જ લૂંટી શકશે. મારા નસીબમાં હોય તેવી કોઈ ચીજ દુનિયાની કોઈ વ્યક્તિ લૂંટી શકવાની નથી. તો પછી કોઈ મારું કંઈક લઈ જાય, મારી કોઈક વસ્તુ બગાડી દે તે સમયે મારે મારું મન બગાડીને શો ફાયદો ?' - આવી વિચારધારા ક્યારેક નવરાશની પળોમાં અપનાવવા જેવી છે. જ્યારે મન સ્વસ્થ હોય ત્યારે આ બધી બાબતોનો વિચાર કરી કટોકટીના પ્રસંગમાં પણ સ્વસ્થ રહેવાનું મનને શીખવાડવું જોઈએ. જો શાંતિના સમયમાં, જ્યારે તેવો કોઈ વિપરીત પ્રસંગ નથી ઘટ્યો તેવા સંયોગોમાં આવી વિચારધારા આત્મસાત્ કરી લીધી હશે તો જ્યારે ખરેખરમાં કટોકટીના સંયોગો આવશે ત્યારે મનની પ્રસન્નતા ટકાવવી સરળ પડશે. જેમ કે શાંતિના સમયમાં તૈયારી કરનાર સૈનિકને યુદ્ધના સમયમાં લોહી ઓછું રેડવું પડે છે. કર્મસત્તા ક્રોધ કરાવવા માટે ગમે તેવી પરિસ્થિતિનું સર્જન કરે. પણ, જો તમે ક્રોધ કરી બેઠા તો કર્મસત્તા સામે હારી ગયા અને જો ક્ષમાં રાખી શક્યા તો કર્મસત્તાને હરાવી શક્યા “જે મારું હોય તે નક્કી ચોરી શકાય નહીં. જે ચોરી શકાય તે મારું હોય નહીં - આવા દઢ સંકલ્પો મગજમાં છે ખરા ? જો આવા સંકલ્પોને વારંવાર ઘૂંટવામાં 345