________________ પણ તે આ ધંધો કરી શકે છે. હીરાબજારમાં આવ્યા પછી આ ધંધો શરૂ ન જ રાખી શકાય. આ જ રીતે જ્ઞાની ભગવંતો કહે છે - અલ્યા ! તારે માનવભવ મેળવીને પણ જો ગુસ્સો જ કરવો હતો તો આફ્રિકાના જંગલમાં હબસી તરીકે કે યુગોસ્લાવિયા અને યુગાન્ડા જેવા અનાર્ય દેશમાં જ જન્મ લેવો હતો ને ! શા માટે આ જિનશાસનમાં આવ્યો? શા માટે જિનશાસનની ડિવેલ્યુશન કરે છે? ઘણા લોકો બોલે જ છે - “આટલો ધર્મ કર્યા પછી પણ જો ગુસ્સો ન છૂટતો હોય તો એના કરતાં અમે ધર્મ ન કરનારા સારા !" શાસનની આવી ભયંકર હીલના ગુસ્સાથી થાય છે. શું શાસન તમને પ્યારું નથી ? શું તમને ખ્યાલ નથી કે શાસનની હીલના કરનારને અનંતકાળે ય જિનશાસન મળતું નથી ? તો પછી શું તમે આવી શાસનની હીલનામાં હજુ ય પ્રવર્તશો ? આવા ઉત્તમ સંઘમાં, ઉત્તમ ધર્મમાં જન્મ પ્રાપ્ત કરીને પણ તમારે એવા ને એવા જ રહેવું છે ? લખી રાખો આ વાક્ય મગજમાં, વાંચે રાખો એને ચોવીસે કલાક કે - “હીરા બજારમાં બદામી કોલસાનો વેપાર કેમ ન શોભે તેમ જિનશાસનમાં જન્મ મેળવનાર મારા જેવાને હવે ક્રોધ ન શોભે.” એટલી વાર આ વાક્યને ઘૂંટે રાખો કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે આ વાક્ય આંખો સામે તરવરી ઉઠે. પછી તો શી મજાલ ગુસ્સાની કે આપણામાં એ અડીંગો જમાવીને રહી શકે. ગુસ્સો જ્યારે પણ આવે ત્યારે આ વાક્ય મગજમાં તરવરી ઉઠે તે માટે જ્યારે શાંતિનો સમય હોય, તમે ફ્રી બેઠા હો ત્યારે આ વાક્યને ઘૂંટો - ખૂબ ઘૂંટો. જેથી ગુસ્સાના સમયે અનાયાસે આ વાક્ય યાદ આવી જશે. પછી તો ગુસ્સો ઘટતો જશે, છેલ્લે નામશેષ થઈ જશે. બિઝનેસ કરતી વખતે તમે એક બીજી બાબતને પણ ધ્યાનમાં રાખતા હો છો - 17