________________ રીતે ચીડવવા લાગ્યા. પંડિતજીએ ટોપી પહેરી તો ‘ટોપીવાળા મહારાજ !" આ રીતે મશ્કરી શરૂ થઈ. પાઘડી પહેરી તો “ઓ પાઘડીવાળા મહારાજ !' આ રીતે મજાક થઈ. પંડિતજીએ એક પછી એક ફેરફાર કર્યે રાખ્યા અને છોકરાઓ એમને ચીડવતા જ રહ્યા ! આખરે પંડિતજી હતાશ થઈ ગયા! આ જગતની સામે થવા ગયા તો કદાપિ તમારી કારી ફાવી શકવાની નથી. જગતને તો તમારે સદા હસતા ચહેરે માત્ર સાંભળવાનું છે. જો આટલું જ તમે કરી શકશો તો કદાપિ અપ્રસન્નતા તમારા મનને નહીં સ્પર્શે. સામાન્ય રીતે સદા માટે તમારો ચહેરો હસતો જ હોય તો સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આ વ્યક્તિ ગુસ્સામાં નથી. ગુસ્સો હોય તો ચહેરો હસતો રહી શકે નહીં અને ચહેરો હસતો જ રાખો તો ગુસ્સો આવી શકે નહીં. વધુ પડતો ક્રોધ કરવાથી ચહેરો વિકૃત થઈ જાય છે. આંખની નીચે કાળા ચકામાં ગાઢ થતા જાય છે. મુખાકૃતિ રૌદ્ર થતી જાય છે. આપણને જોઈને જ પછી તો આગંતુક વ્યક્તિ સમજી જાય કે - આ મહાશયને વધુ છંછેડવા જેવા નથી. જો ગુસ્સો કરવાનો બંધ કરશો તો તમારી મોઢાની ચામડી પણ મુલાયમ રહેશે. હસતો ચહેરો પોતાનું સૌંદર્ય જાળવી રાખશે. પરિણામે આત્માનું સૌંદર્ય પણ અકબંધ જળવાઈ રહેશે. કોઈ તમારું અપમાન કરે અને તમે સામે ગુસ્સે થઈ જશો તો સામેવાળાની જીત થઈ કહેવાશે. એમાં સામેવાળાનું ખરાબ નહીં દેખાય. પણ, જો તમે તેના અપમાનને હસતા ચહેરે ગળી ગયા તો એનું જ ખરાબ દેખાશે. શાલિનતાથી પરાસ્ત કરો. કોઈ અપમાન કરતું હોય ત્યારે એક પણ અક્ષર ઉચ્ચાર્યા વિના માત્ર હસતો ચહેરો રાખી જુઓ. એ માણસ બીજી વાર કદાપિ તમારું અપમાન નહીં કરે. પણ એના માટે તમારે સાત્ત્વિક બનવું પડશે. સાત્વિક બનશો તો ચોક્કસ તમે તમારો ચહેરો હસતો રાખી શકશો. તમારું હાસ્ય તમારી અંદર પડેલી સુષુપ્ત ક્ષમાને ઉજાગર કરવા માટે સંજીવની ઔષધિનું કામ કરશે. 332