________________ (1) તેવા પ્રકારનું સ્થાન, (2) તેવા પ્રકારની વ્યક્તિ અને (3) તેવા પ્રકારનો ખોરાક. જ્યાં ક્રોધના વધુને વધુ નિમિત્તો મળે તેવા પ્રકારનું સ્થાન છોડી દેવું. જે વ્યક્તિના સંપર્કમાં આવતા ગુસ્સો આવી જતો હોય તે વ્યક્તિ સાથેનો સંબંધ છોડી દેવો, નહિવત્ કરી દેવો. તીખા-તમતમતા-તળેલા ખોરાકનો ત્યાગ કરી દેવો. વધુ પડતો તીખો અને તળેલો ખોરાક મગજને તામસી બનાવે છે. વધુ પ્રમાણમાં તીખું અને તળેલું વાપરનાર સતત ગુસ્સામાં જ રહેતો હોય છે. કોઈક છંછેડે કે એ ગુસ્સામાં આવી જાય. ટૂંકમાં, મનના અને તનના બન્નેના આરોગ્યનો નાશ કરી દેનાર આ ખોરાકનો વહેલી તકે ત્યાગ કરી જ દેવો રહ્યો. થોડા દિવસ કદાચ મોળી કે ઓછા મસાલાવાળી રસોઈ નહીં ભાવે પણ ધીરે ધીરે જીભ અને શરીર ટેવાઈ જશે. ક્રોધમાં નિમિત્ત બનનારા આ ત્રણ પરિબળોનો ત્યાગ કરતા જાઓ એટલે ક્રોધ કાબૂમાં આવ્યા વિના રહેશે નહીં. એક આચાર્ય મહારાજની પ્રકૃતિ અત્યંત ક્રોધી સ્વભાવની, પંચાશકશાસ્ત્રમાં આ આચાર્ય મહારાજની ઘટના નોંધાઈ છે. આચાર્ય મહારાજે ઘણો પ્રયત્ન કર્યો છતાં ક્રોધ ઉપર કાબૂ મેળવવા માટે કોઈ ઉપાય કારગત નીવડ્યો નહીં. આચાર્ય મહારાજ અત્યંત ભવભીરુ હતા. સમજતા હતા કે “જો આ રીતે વારેવારે હું ક્રોધ કરે રાખીશ તો કર્મસત્તા મારી આચાર્ય પદવીની પણ શરમ રાખ્યા વિના સંસારચક્રમાં ફેંકી દેશે ! વાઘ-વના ભવમાં જઈ સંસાર લંબાવવાનું હવે બિલકુલ જ પોસાય તેમ નથી.” આવો મોઘો માનવભવ મેળવી તેને એકમાત્ર ક્રોધના વાંકે વેડફી દેવાનું તેમને બિલકુલ જ સહન થાય તેમ ન હતું. એ તો ગમે તેમ કરીને ક્રોધને ખતમ કરવાના મૂડમાં હતા. આટલી બધી ભવભીરુતા આચાર્ય મહારાજમાં હોવા છતાં આચાર્ય મહારાજના આત્માનું બળ ક્રોધની સામે ઓછું પડતું હતું. વારે વારે ગુસ્સો થઈ જતો હતો. ગુસ્સો થઈ ગયા પછી આચાર્ય મહારાજને પશ્ચાત્તાપ પણ થતો હતો. કિંતુ ગુસ્સાની પ્રકૃતિ છૂટતી ન હતી, વારંવાર ગુસ્સો થઈ જતો હતો. એમના ગુસ્સાને જોઈ લોકોએ એમનું ચંડરુદ્રાચાર્ય નામ પાડી દીધું હતું. આચાર્ય મહારાજ ક્રોધથી થાકી ગયા હતા. એક દિવસ અચાનક 322