SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મોટાભાઈના લગ્ન કાણી વહ સાથે થયા હતા. દિયરની ઉંમર " નાની હતી. એને રોજની ટેવ પડી ગઈ હતી કે જમવા બેસે ત્યારે પાણી લીધા વિના બેસવાનું. અને પછી મજાકમાં રાડ પાડે કે - “કાણી ભાભી ! પાણી લાવ !" ભાભીના કાનમાં તો જાણે સીસું રેડાય. પણ, પછી મને-કમને પગ પછાડતી પાણી આપી જાય. દિયરને આશ્ચર્ય થાય કે શા માટે ભાભી આ રીતે પગ પછાડતી પછાડતી પાણી આપતી હશે ? એક વાર ઘરે કોઈક સંન્યાસી આવ્યા. દિયરે ખાનગીમાં બધી વાત કરી. સંન્યાસીએ કીધું “હવેથી તારે એક અક્ષરનો ફેરફાર કરી દેવાનો.' દિયરને નવાઈ લાગી કે એક અક્ષરના ફેરફારથી ભાભી રાજી થઈ જશે ? બીજા દિવસે સંન્યાસીના કહેવા મુજબ પાણી માંગ્યું કે “રાણી ભાભી ! પાણી દો !" ભાભી તો આ સાંભળતા રાજી થઈ ગયા અને પ્રેમથી પાણી પાયું. કદરૂપા માણસને પણ જો પ્રેમથી સારી રીતે બોલાવવામાં આવે તો એ ખુશખુશાલ ! મીઠા શબ્દોના પ્રયોગથી ઘરનું વાતાવરણ બદલાઈ જશે. તમે તમારા ઘરના વાતાવરણને તપાસી જોજો. તમે કોઈને પણ મજાકમાં ય કોઈ પેટનેમથી કે ચીડવીને બોલાવતા નથી ને ? જો બોલાવતા હો તો હવે તેને તેના મૂળ નામથી, પ્રેમથી બોલાવવાનું શરૂ કરી દો. તેના વર્તનમાં તમને ચોક્કસ પરિવર્તન દેખાશે. એ નબળો હોય - એટલા માત્રથી તેને ચીડવવાનો અધિકાર કેવી રીતે મળી જાય ? કોઈને પણ જેમ તેમ બોલાવવા નથી, દરેકને માનથી જ બોલાવવા છે. મિત્રોને પણ યોગ્ય રીતે, ઉચિત રીતે બોલાવવા છે' - આટલો સંકલ્પ કરી તેને અમલમાં મૂકી જુઓ. કેટલો બધો ફેરફાર થઈ જશે ! આ એક પંક્તિ મગજમાં ગોખી લેવા જેવી છે - કાણાને કાણો કહેતાં કડવા લાગે વેણ, ધીમે રહીને પૂછીએ, શાને ગુમાવ્યા નેણ ?" શ્રી દશવૈકાલિક સૂત્રના સાતમા અધ્યયનમાં પણ આ જ વાત વારંવાર દર્શાવવામાં આવી છે. 311
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy