________________ વ્યક્તિએ જવાબ વાળ્યો. “રાજન્ ! હમણાં થોડી વાર પહેલાં જ સમયાંતરે સૈનિક અને મંત્રીશ્વર આ તરફના રસ્તે ગયા છે. આપ થોડા ઝડપથી જશો તો ચોક્કસ આપને ભેટો થઈ જશે.” રાજા આ ઉત્તર સાંભળી તરત જ રવાના થયો. રાજા થોડી જ વારમાં સૈનિક અને મંત્રીને ભેગો થઈ ગયો. પણ, રાજા અને મંત્રી બન્નેના મનમાં એક કુતૂહલ થયું હતું કે એ વ્યક્તિ તો અંધ હતી. તો પછી “આપણે કોણ છીએ' - તે તેણે કેવી રીતે જાણ્યું ? કોઈએ કીધું તો હતું નહીં કે “હું સેનિક કે હું મંત્રી તો પછી એ અંધ ભાઈને ખબર પડી કેવી રીતે ? બધાએ પરસ્પર ચર્ચા કરી. પણ, કોઈને કશો જ જવાબ ન સૂયો. આખરે બધાં એ વ્યક્તિ પાસે પરત આવ્યા. રાજાએ પ્રશ્ન પૂછ્યો. ત્યારે અંધ વ્યક્તિએ કહ્યું - “રાજન્ ! વાણી ઉપરથી માણસ પરખાય. એકે મને “આંધળો' કહ્યો. એકે મને “પ્રજ્ઞાચક્ષુ' કહ્યો. એકે મને “સુરદાસજી' કહ્યો. બોલો! આના ઉપરથી ખબર પડી જાય કે નહીં ? જેટલી વ્યક્તિ ઉચ્ચકક્ષાની, તેનું અંતઃકરણ જેટલું ઉચ્ચ, તેટલા તેના શબ્દો પણ મીઠા અને મધુરા હોય.' ત્રણે ય આ જવાબ સાંભળી છક્ક થઈ ગયા. મીઠા, મધુરા શબ્દો તો કુદરતની દેન છે. એ કોઈક જ વ્યક્તિ પાસે હોય. ગુસ્સાને દેશવટો દેવાની અકસીર પોલિસી આ છે. જીભ ઉપર સુગર ફેક્ટરીનું નિર્માણ કરો. મતલબ કે જીભમાંથી સતત મીઠાશ વહાવો. જીભ ઉપર માત્રને માત્ર મીઠાશનું જ ઉત્પાદન રાખો. કડવાશ સહેજ પણ ઉત્પન્ન ન થઈ જાય તેની કાળજી રાખો. તમારા મોઢામાંથી નીકળતા મીઠા શબ્દો તમારા વ્યક્તિત્વની ઓળખાણ પૂરી પાડે છે. તમારા મોઢામાંથી નીકળતા મીઠા શબ્દો સામેવાળાને પણ ઠંડક આપે. ક્રોધથી તપ્ત એવું પણ તેનું મગજ શીતાગાર થઈ જાય. જો તમારું અંતર મીઠું હશે, તમારું મન મધુરું હશે તો શબ્દ પણ મીઠા અને મધુરા જ નીકળશે. “મધુરાધિપતેરવિત્ર મથુર” મધુરતાના માલિકનું બધું જ મધુર હોય ! એના શબ્દો પણ 307