________________ કાળથી જે બે તત્ત્વો આપણને સૌને ગુસ્સો કરાવી રહ્યા છે તે બે તત્ત્વોની ઊલટ-સુલટ કરીને હવે ક્ષમાનું નિર્માણ કરવું છે કે જે ક્રોધને ઠારીને જ રહે. અત્યાર સુધી ક્રોધની આગને પેટાવનારા તત્ત્વો બે છે - (1) જીવનો દ્વેષ અને (2) જડનો રાગ. કાચનું ઝુમ્મર તૂટે અને તમને રામુ ઉપર ગુસ્સો ચડે છે. કારણ કે, કાચના ઝુમ્મર પ્રત્યે તમને રાગ છે અને રામુ પ્રત્યે દ્વેષ છે. રાગ એ હાઈડ્રોજન જેવો છે, દ્વેષ એ ઓક્સિજન જેવો છે. બન્નેનું સંયોજન કર્યા વિના તેને ભેગા કર્યા એટલે ક્રોધની આગ પ્રગટ્યા વિના રહે નહીં. અનાદિ કાળની આ બે કુટેવ આપણા આતમઘરમાં ઘૂસી ગઈ છે. આના જ પ્રતાપે જાણતા-અજાણતા કષાયોને આપણે આપણા આતમઘરમાં પ્રવેશ આપી બેસીએ છીએ. ભજિયા સારા બનશે એટલે આપણે ભજિયાના વખાણ કરશું - “ભજિયા બહુ સારા બન્યા છે. જ્યારે ભજિયામાં મીઠું જ નહીં હોય ત્યારે આપણા મોઢામાંથી ઉદ્ગાર નીકળશે - “આ ભજિયા કોણે બનાવ્યા છે ? અંદર મીઠું નાંખવાનું જ ભૂલી ગયા છે ?' સાહજિક રીતે જ બોલાઈ જતા આ બે વાક્યો ઘણું સૂચવી જાય છે. વસ્તુ સારી હોય તો વસ્તુ ઉપર રાગ થાય છે, વસ્તુ બનાવનાર વ્યક્તિ ઉપર નહીં. જ્યારે વસ્તુ ખરાબ હોય ત્યારે વસ્તુ ઉપર દ્વેષ નથી થતો, વસ્તુ બનાવનાર ઉપર થાય છે. મતલબ કે અનાદિ કાળથી જીવ રાગના વિષય તરીકે જડને જ મોટે ભાગે બનાવતો આવ્યો છે. અને દ્વેષના વિષય તરીકે જીવે જીવને જ સ્થાન આપ્યું છે. ભજિયા ખરાબ નીકળે તે વખતે શું ભજિયા ઉપર દ્વેષ પ્રગટ્યો ખરો કે - “હવે જીંદગીમાં ભજિયાને હાથ લગાડે એ બીજા !' ? ના, આવા પ્રકારની વાત મનમાં સૂઝશે પણ નહીં. કારણ કે જડનો રાગ અંદરમાં પેસેલો છે. તમારો જડનો રાગ ક્યારેક ગજબની મુસીબત પેદા કરનાર બને છે. બે મિત્રો 25 વર્ષે ભેગા થયા. પહેલો મિત્ર કહે - “મારે તો તકલીફોનો પાર નથી. સંસાર બિહામણો થઈ ગયો છે. પત્ની ભારે મળી છે.” 303