SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ બચાવ માટે નથી. પરંતુ ક્રોધત્યાગ માટે છે. કોઈ અપમાન કરે ત્યારે આ પોલિસી વિચારો. આ અપમાન થાય છે તે પણ મારા કલ્યાણ માટે છે, ઉત્થાન માટે છે. કારણ કે આ અપમાન મારી અંદર ઘરબાયેલા અહંને ચૂરચૂર કરી નાખશે. આ અહં જ તો મુખ્ય શત્રુ છે. “આઈ રે અહં તુને જા મરી, બાકી બચે તેનું નામ હરિ’ - આ પંક્તિ પણ એ જ કહે છે ને ! જો અભિમાન જાય તે જ પ્રભુતા પ્રગટે. પ્રભુતા લઘુતામાં વસે છે, નમ્રતામાં વસે છે. અહંને જો રવાના કરો તો અવશ્ય અંદર આત્મા પરમાત્મા રૂપે પરિણમવા લાગે. ટૂંકમાં, તમારી સાથે ઘટતી સારી-નરસી તમામે તમામ ઘટનાઓ તમારા ઉત્થાન માટે આવે છે, વિકાસ માટે આવે છે. જીવતા ચામડા ઉતારવામાં આવે તો પણ તે આત્માના વિકાસ માટે છે, ઉત્થાન માટે છે' - આવી જ કોઈક વિચારધારાને આત્મસાત્ કરી અંધકમુનિ જીવતા ચામડા ઉતરવા છતાં કેવલજ્ઞાનને મેળવી ગયા. ભરસભામાં પોતાના પિતા જેવા પિતા કહે કે - “લે, આ કોઢિયાનો હાથ પકડી લે, તારા કરમથી એ આવ્યો છે' - ત્યારે હસતે મુખ મયણા એ કોઢિયા પતિને સ્વીકારી લે છે. ન તો એના મોઢાની એક લકીર ઉપર ફેરફાર થાય છે કે ન તો એક હરફ એ મોઢામાંથી કાઢે છે કે ન તો પોતાના પિતા પ્રજાપાળ રાજા પ્રત્યે લેશ પણ દ્વેષ જાગે છે. કારણ કે સમજે છે - “જે થાય તે સારા માટે.” અને થયું પણ તેમ જ. કેવલીએ દીઠું કદાપિ અન્યથા થતું નથી. તો શા માટે ઉધામા નાખવા ? જો સમતાભાવ ટકાવી શકાય તો જે પણ પરિસ્થિતિ પેદા થાય છે તે તમારા વિકાસ માટે જ છે, ઉત્થાન માટે જ છે. આ સૂત્ર ખાસ પાપોદયમાં, પ્રતિકૂળ સંયોગોમાં વિચારવા જેવું છે. તો જ સમતા, સ્વસ્થતા અને સમાધિ હાથવગી થઈને રહેશે. દરેક પરિસ્થિતિમાંથી સમતાભાવે પસાર થઈ જવું. “આ રીતે જ મારા પરમાત્માએ મારો મોક્ષ જોયો હશે' - એ શ્રદ્ધા દઢ રાખવી. સાસુનો સ્વભાવ ભયંકર ક્રોધી હતો. વહુને સખત ખખડાવે 298
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy