________________ તરત જ તમે તેને બધાની વચ્ચે પ્રગટ કરી દેશો. કદાચ, પૂર્વે તેની આવી ભૂલો તમે જોતા પણ ન હો, તમે તેને ભૂલ તરીકે સ્વીકારતા પણ ન હો, કિંતુ તમારી ભૂલ એ વ્યક્તિએ કાઢી એટલે તમે ભૂલ કાઢીને જ રહેશો. આપણું મગજ સતત ક્રોધના નિમિત્તને જ શોધે રાખતું હોય છે. પ્રતિક્રમણમાં તમે અતિચાર બોલ્યા અને તમારી 10 ભૂલ કોઈક કાઢી. જોગ-સંજોગ તે જ વ્યક્તિને અજિતશાંતિનો આદેશ મળ્યો. તમને અજિતશાંતિ કડકડાટ આવડે છે. હવે, તમે અજિતશાંતિ કેવી રીતે સાંભળશો ? ઘણી વાર અજિતશાંતિમાં સૂઈ જનારા તમે હવે ધ્યાન દઈને સાંભળશો. બસ ! આ વૃત્તિ કાઢી નાંખવાની જરૂરત છે. ક્રોધને નિમિત્તાની સાથે દોસ્તી છે. જો તમે તેને નિમિત્તો જ પૂરા નહીં પાડો તો તે પ્રગટી શકશે જ કેવી રીતે ? પણ નિમિત્તોને તમારું મગજ શોધે છે. એથી મગજને એ કામમાં જોડવાનું સદંતર બંધ કરી દો. પછી જુઓ - કાંધ ઉપર કવો ફટકો પડે છે. (6) ક્રોધને અંદરથી ખોખલો કરી દેવાની છઠ્ઠી પદ્ધતિ - મોટું વિકૃત ન કરો. ક્રોધ કરતી વખતે મોઢું એવું વિકરાળ થઈ જતું હોય છે કે એ વખતના તમારા મોઢાની છાપ જોનારના મગજમાંથી કદાપિ ભૂંસાતી નથી. તમારા માટે એક ખરાબ લાગણી સદાને માટે એ અનુભવે છે. તમારાથી ભયભીત રહે છે. કદાચ ક્રોધ કરો, છતાં ચહેરો તો પ્રસન્ન જ રાખો. ક્રોધની તાકાત તૂટ્યા વિના રહેશે નહીં. તમારો ફોટો કોઈ તે વખતે પાડે તો તમને જોવો ગમે તેવો તમારો ચહેરો હોવો જોઈએ. જેવા પ્રકારના ચહેરાનો ફોટો તમને જોવો ગમે નહીં તેવા પ્રકારનો ચહેરો કદાપિ ઉપસાવવો નહીં. (7) સાતમી પદ્ધતિ છે - ક્રોધપાત્ર વ્યક્તિ ઉપર પણ સદ્ભાવ રાખો! જેની ઉપર તમે ક્રોધ કરી રહ્યા છો, તેના માટે અંદર અંદર જો 287.