SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ તેના ઉપર વિજય મેળવવો ઘણો જ સરળ છે. આ રીતે ક્રોધમાં ભાગલા પાડવા માટે, ક્રોધને અંદરથી ખોખલો કરી દેવા માટે આ પ્રથમ પદ્ધતિ થઈ - (1) ક્રોધ કરતી વખતે ભૂતકાળની ભૂલોને ઉખેડવી નહીં. બીજી પદ્ધતિ - (2) ક્રોધ કરતી વખતે અવાજ મોટો ન રાખવો. ક્રોધ અને મોટા અવાજને જુગલબંધી છે. ક્રોધ કરનારની મોટામાં મોટી આ ખામી જોવા મળશે કે એનો અવાજ ઘણો જ મોટો હશે. ગુસ્સો જો નાના અવાજમાં, ઓછા અવાજમાં કરશો તો તેનો પાવર એમને એમ જ અડધો થઈ જશે. પ્રયોગમાં લાવી જોજો. બાકી અત્યારે તમારા સંસારમાં ઘાંટા, રાડા-રાડ જ સંભળાતી જોવા મળે છે. ખરી શાંતિ-નીરવતા કદાચ તમને અનુભવવા જ મળી નહીં હોય. એક ભાઈએ પોતાના મિત્રને પ્રશ્ન કર્યો - “અલ્યા ! તારા પાડોશમાં મોજું રહે છે, એના લગ્ન થયે કેટલો સમય થયો ?" મિત્રે કીધું - 3-4 વર્ષ થયા છે.” કેવું ચાલે છે ?' “અરે ભાઈ ! એ મોટુના ઘરની તો વાત જ ન્યારી છે ! એના લગ્નના પહેલા વર્ષે મોટુ બોલતો અને એની પત્ની સાંભળતી. બીજા વર્ષે એની પત્ની બોલતી અને મોટુ સાભળતો. ત્રીજા વર્ષથી એ બન્ને બોલે છે અને અમે પાડોશીઓ સાંભળીએ છીએ.” ઘર-ઘરની લગભગ આ જ પરિસ્થિતિ છે. અવાજ લાઉડસ્પીકર જેવા થવા લાગ્યા છે. જેમ જેમ અવાજની માત્રા વધે તેમ તેમ મગજનો પારો ઉપર ! એક વાત શાંતિથી વિચારો કે - “ક્રોધ કરતી વખતે અવાજ મોટો શા કારણે થઈ જાય છે ? અવાજ મોટો કરવા પાછળની મનોવૃત્તિ શી છે ?" સ્પષ્ટ સમજાશે કે સામેવાળાને દબાવી દેવાના આશયથી જ મોટો-મોટો અવાજ કરવામાં આવતો હોય છે. અવાજ મોટો કરવાના મૂળમાં આ ભૂલભરેલી માન્યતા જ પડેલી છે. અવાજ મોટો કરવાથી કદાપિ કોઈ દબાતું નથી. જે દબાય છે તે તમારા પુણ્યથી દબાય છે. આ વાત મગજમાં કોતરી રાખજો. જેટલી જેટલી વાર પણ તમે મોટો અવાજ કરી સામેવાળાને દબાવો 282
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy