SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે ઘણી વાર ગામડામાંથી શહેરમાં આવતા. આ વખતે તેઓ પાસે ઘી પણ સારી ગુણવત્તાવાળું અને ઘણાં પ્રમાણમાં હતું. ઘીની સોડમથી જ ઘણા ઘરાકો ઘી માટે આવી પહોંચ્યા હતા. ખેડૂત ઘરાકોને ઘી દેખાડતો અને આપતો. તેની પત્ની ગાડામાંથી ઘીના ઘડા ખેડૂતને આપતી. આ આપ-લેમાં એક વાર ગમે તે કારણસર એક ઘડો ફૂટી ગયો. ખેડૂત તરત ગુસ્સામાં આવી બોલી ઊઠ્યો - “અલી ! તને આપતા આવડતું નથી ? આટલું સારું ઘી ઢોળી નાંખ્યું ?' આ સાંભળી પત્ની પણ છંછેડાઈ ગઈ કે “તમારે બરાબર પકડવું નથી ને વાંક મારો કાઢવો છે ! આ ક્યાંનો ન્યાય ? ભૂલ તમારી છે અને ઠપકો મને આપો છો.' આ સાંભળી પતિ વધુ ગુસ્સે ભરાયો. તેણે સામો પ્રતિવાદ કર્યો. ધીરે ધીરે વાતે ઉગ્ર સ્વરૂપ પકડ્યું. બોલાચાલી વધી ગઈ. એકબીજા ઉપર દોષારોપણ કરતાં ગયાં. અને પછી તો જૂની-જૂની વાતો ઉખેડી ઉખેડીને બનેનો આક્રોશ વધતો જ ગયો, વધતો જ ગયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. તમાશાને તેડું ન હોય. લોકો તમાશાને જોવા ભેગા થયા. પણ પતિ-પત્ની તો પોતાના ઝઘડામાં જ ખૂંપી ગયા હતા. એમને ઝઘડામાં ડૂબેલા જોઈ, એક ઠગ વ્યક્તિ આવી એક ઘીનો ઘડો ઉપાડી ગઈ. એને જોઈ બીજી વ્યક્તિ પણ ઉપાડી ગઈ. એમ કરતાં -કરતાં ઘીના બધા ઘડા ચોરાઈ ગયા. કેટલાંક ધૂતારાઓ તો તેમનું ગાડું પણ ઉપાડી ગયા. મારામારીમાંથી એ બન્ને બહાર આવ્યા ત્યાં સુધીમાં તો એમનું બધું લૂંટાઈ ગયું હતું. જ્યારે એ બન્નેને આ સત્યનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હવે તો પોતાની મૂર્ખામી ઉપર રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો તેમની પાસે બચ્યો ન હતો. જો બન્નેએ બીજાની ભૂલને જોવાને બદલે પોતાની ભૂલને જોઈ હોત તો બાહ્ય અને અત્યંતર બંને નુકસાનીમાંથી ઉગરી જાત. “મારી ભૂલ થઈ ગઈ' - એટલું જ બોલતા આવડ્યું હોત તો મહાભારત ન સર્જાત. પરદોષદર્શન એ બીજા પ્રત્યે અસદ્ભાવ પેદા કરે અને આ અસદ્ભાવમાંથી ક્રોધ પ્રગટ્યા વિના રહેતો નથી. તમે મેગ્નેટ ફેરવો છો પણ એ મેગ્નેટ બહાર ફેરવો છો. હવે એ મેગ્નેટને અંદરમાં ફેરવવાની 262
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy