________________ આ એક એક પ્રશ્ન આત્માને ઢંઢોળી ઢંઢોળીને પૂછો. તમને પોતાને અનુભવાશે કે મારો ગુસ્સો વ્યર્થ છે, નકામો છે. સામેવાળી વ્યક્તિ કરતાં તો વધારે ઠપકાપાત્ર અને સજાપાત્ર તો હું જ છું. ગુસ્સો તો ખરેખર મારે મારી જાત ઉપર કરવા જેવો છે, બીજા ઉપર નહીં. આવો અનુભવ તો જ થશે જો સાચા અર્થમાં સ્વદોષદર્શન કર્યું હશે. જો ખરેખર સ્વદોષદર્શન કરતાં આવડે તો બીજાની ગમે તેવી ભૂલ પણ ગુસ્સાપાત્ર તો ન જ લાગે. દરેક વ્યક્તિ કોઈને કોઈ દોષોથી ભરેલી છે. એમાં તમે અને હું પણ બાકાત નથી. પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે પોતાના દોષો અને સામેવાળાના ગુણો જોતાં આવડ્યા ખરા કે પછી પોતાના ગુણો અને સામેવાળાનાં દોષો જ જોયે રાખ્યા છે ? અનાદિ કાળથી આ જ કુટેવને કારણે મારું અને તમારું ઠેકાણું પડ્યું નથી. દુર્લભ એવા આ માનવભવમાં પણ જો આ જ કુટેવને વધુ પુષ્ટ કરવાની હોય તો ભવિષ્ય ઉજળું બને તેવી કોઈ શક્યતા નથી. એક વાર દ્રોણાચાર્યજીએ યુધિષ્ઠિરને વાત કરી કે - ‘તને આ નગરીમાં જે જે દુર્જન દેખાય તેને આજ સાંજ સુધીમાં લઈ આવજે.” યુધિષ્ઠિર પણ દ્રોણાચાર્યજીની વાતને સ્વીકારી નગરીમાં તપાસ માટે નીકળી પડ્યા. દરેકે દરેક વ્યક્તિને તપાસી પણ કોઈ વ્યક્તિ યુધિષ્ઠિરને દુર્જન દેખાઈ નહીં. દરેકે દરેક વ્યક્તિમાં તેમને કોઈને કોઈ ગુણનાં જ દર્શન થયા. દુર્યોધનમાં પણ 99 ભાઈ પ્રત્યેનો પ્રેમ દેખાયો. સાંજ થયે તે દ્રોણાચાર્યજી પાસે પાછા ફર્યા. દ્રોણાચાર્યજીએ પૂછ્યું - ‘દુર્જન ક્યાં?' યુધિષ્ઠિરે જવાબ આપ્યો - “ગુરુદેવ ! આપની સામે જ હાજર છે. હસ્તિનાપુરમાં તો મને હજુ સુધી કોઈ દુર્જનની ભાળ મળી નથી. એક માત્ર હું છું કે જેને દુર્જનની યાદીમાં આપ મોખરાનું સ્થાન આપી શકો છો.” દ્રોણાચાર્યજીએ “સારું' કહી વાત આટોપી લીધી. બીજે દિવસે દુર્યોધનને દ્રોણાચાર્યજીએ આ જ વાત કહી. પણ તેમાં દુર્જનને બદલે સજ્જનને શોધી લાવવાનું કામ સોંપ્યું. દુર્યોધને પણ નગરીના દરેક માણસને તપાસી લીધાં. પણ એકેય વ્યક્તિ 260