________________ ક્ષમાના પ્રતાપે સોનીને પોતાનો અનંત સંસાર સાફ કરી નાખવાની તક મળી. જો મહાત્માએ સામનો કર્યો હોત તો મહાત્મા કે સોની કોનો મોક્ષ ક્યારે થાત - તે શી રીતે કહી શકાય? ઉપરાંતમાં પક્ષીનો પણ ઘાત થયો હોત. સંદેશ સ્પષ્ટ છે. તાકાત પાણીની વધારે છે, પથ્થરની નહીં. તેમ તાકાત ક્ષમાની વધારે છે, ક્રોધની નહીં. સત્ય આ છે, પ્રતીતિ હોવી ન હોવી એ જુદી વસ્તુ છે. પણ આ સનાતન સત્યને સ્વીકારનારા તરી ગયા, સાથે કઈ કેટલાયને તારી ગયા. પણ, આ સત્યને ન અપનાવનારા દુઃખી દુઃખી થઈ ગયા છે. પાવર પોલિસીનો આ સંદેશો સ્પષ્ટ છે. તમારે કોના ઉપર શ્રદ્ધા કેળવવી છે ? તે હવે તમારે વિચારવાનું છે. એક વાર તો આ પોલિસીને અપનાવી જ જુઓ, ખરેખર આધ્યાત્મિક ફેરફાર જણાશે. ક્રોધ અને અસહિષ્ણુતા - સમજણના જન્મજાત વૈરી. - મહાત્મા ગાંધી. સાધનાનું પ્રથમ પગથિયું : જીભની પવિત્રતા = ક્રોધરહિત મધુરી વાણી - સત્ય સાંઈબાબા, 254