________________ શક્તિ માને છે. જ્યારે કુમારપાળરાજા “ક્ષમા'ના તપમાં વધુ શ્રદ્ધા ધરાવતા હતા. હા ! અવસરે તલવાર પણ ઉપાડવાની જ. પરંતુ શ્રદ્ધા તલવારની તાકાત ઉપર નહીં, કિંતુ ક્ષમાની તાકાત ઉપર હોવી જોઈએ. કુમારપાળ રાજાને પણ ક્રોધની તલવાર કરતાં ક્ષમાની ઢાલની તાકાત ઉપર વધુ ભરોસો હતો. અને સૂક્ષ્મ રીતે વિચારતા રાજનીતિ પણ દુશ્મનના નાશ કરતાં દુશ્મનાવટના નાશને જ વધુ મહત્ત્વ આપે. એટલે કુમારપાળ રાજાએ દુશ્મનાવટના નાશનું જ ધ્યેય કેળવ્યું. તેમણે ગિઝનીના બાદશાહને મીઠા શબ્દોમાં આવકાર સાથે કીધું - “બાદશાહ ! આપણી તાકાત જ્યાં કામ ન કરતી હોય, આપણી બુદ્ધિ જ્યાં કામ ન કરતી હોય, ત્યાં પણ કોઈક વ્યક્તિ, દિવ્ય શક્તિ કાર્ય કરી રહી હોય છે. તેને માન આપવામાં જ આપણું શ્રેય છે. આપણા બન્નેનો મેળાપ આ સંતપુરુષને કારણે થયો છે. પાટણની બહાર ચોમાસા દરમ્યાન ન નીકળવાનો મારો અભિગ્રહ તમારી જાણમાં જ છે. આ અભિગ્રહ મને આપનારા આ જ સંતપુરુષ છે. અને આજે આ જ સંતપુરુષે તેનું અણીશુદ્ધ પાલન કરવા માટે મને ગજબ સહાય કરી છે. ગભરાશો નહિ. તમે ભલે મારનારા હો. અમે તો મારનારને પણ જીવાડનારા છીએ. બોલો ! તમારી ધારણા શી છે ? અમારે તમને ફાંસીએ પણ નથી ચડાવવા કે જેલમાં પણ નથી પૂરવા. અમારે તો તમને ગિઝનીના બાદશાહ તરીકે પાછા ગિઝનીમાં સ્થાપવા છે. બોલો, તમે શું ઈચ્છો છો ?' બાદશાહ આ સાંભળીને ગળગળો થઈ ગયો. દુશ્મન હાથમાં આવે પછી તેને જીવતો છોડી મૂકવામાં મૂર્ખતાની પરિસીમાં માનનારો આ બાદશાહ કુમારપાળરાજાની આ ઉદાત્ત ભાવનાને જોઈ પીગળી ગયો. પથ્થર જાણે પીગળ્યો. હેમચંદ્રસૂરિ મહારાજ પણ કુમારપાળ રાજાની ક્ષમા ઉપરની શ્રદ્ધા જોઈ રાજી થયા. કોઈ પણ શરત વિના રાજા તેને ક્ષમા આપવા તૈયાર થયો હતો. બાદશાહે જવાબ વાળ્યો - “રાજાધિરાજ ! હું તો તમારો કેદી છું. મારી તાકાત શી છે હવે ? છતાં આપ મને ગિઝનીનો બાદશાહ બનાવો જ છો, ત્યારે હું મારા તરફથી એક ખાતરી આપું છું કે આખા 251