________________ વારે વારે ઘંટો. મનની એક કલ્પનાસૃષ્ટિ રચો. મનનું બેસ્ટ પ્રોગ્રામિંગ કરો. “ધારો કે કાલે ઉઠીને જો મારી આંખ ગઈ તો મારે તેનો શોક કરવો નથી. કર્મસત્તાની થાપણ તેણે પાછી લઈ લીધી. તેમાં મારે શોક શેનો ? શા માટે હું એ આંખ ઉપર માલિકીનો દાવો રાખી દુઃખી થાઉં? અત્યાર સુધી ખુલ્લી આંખે બહારનું જ જોઈ જોઈને મારી બહિર્મુખતાને પુષ્ટ કરી. હવે, બંધ આંખે અંદરનું જોવાની તક મળી. અનાદિ કાળથી ભૂલાઈ ગયેલા મારા આત્માને શોધવાની તક મળી. ઘણી વાર આ આત્મતત્ત્વ વિશે સાંભળ્યું છે. પણ એ છે ક્યાં ? કેમ એની અનુભૂતિ નથી થતી ? આ પ્રશ્નોના જવાબ હવે મને મળશે.” ..આવા પ્રકારની કલ્પનાસૃષ્ટિ શરૂઆતમાં કદાચ કૃત્રિમતાથી સભર હશે. પણ, જેમ-જેમ સમય જશે તેમ તેમ આત્મા તેનાથી ભાવિત થતો જશે. પછી, “જો ને “તો' ની ભાષામાં વિચારેલી એવી કોઈ પણ તકલીફ હકીકતમાં આવી પડે છતાં માનવ સ્વસ્થ રહી શકે. આંખ જાય છતાં સમાધિ રાખવાની જેની તૈયારી હોય તે માણસ નાની-નાની બાબતોમાં તો ઉકળી ન જ પડે ને ! કારસૂરિ આરાધના ભવન-ગોપીપુરા, સુરતમાં એક ભાઈ આવીને મને વાત કરે કે - “મહારાજ સાહેબ ! મારા મિત્રનો એક્સીડન્ટમાં એક પગ કપાઈ ગયો છે. આપના દર્શન-વંદનની ભાવના છે. તો આપશ્રી વાસક્ષેપ-માંગલિક માટે નીચે પધારશો ?" મેં હા કહી. મનમાં મને આ જ વિચાર આવ્યા કે - એ બિચારા માનવની કેવી હાલત થઈ હશે ? પગ વિનાની જીંદગીની કલ્પના જ કેટલી કઠિન છે ! કેવો દુઃખી દુઃખી થઈ ગયો હશે ? કદાચ જીંદગીથી હારી ગયો હશે. કંઈક ટાઢક વળે તેવું આશ્વાસન આપવાનું મેં મનોમન નક્કી કર્યું. હું નીચે ઉતર્યો. ભાઈની હાલત ખરેખર દયનીય હતી. એક્સીડન્ટમાં એક પગ ગુમાવ્યાની તકલીફ તેમને દરેક ક્રિયામાં અનુભવવી પડતી હતી. મને જોઈને એ પ્રસન્ન થયા. વંદન કર્યા. મેં માંગલિક સંભળાવ્યું, વાસક્ષેપ પણ નાંખ્યો. હજી હું કંઈક વાતની રરર