________________ અપમાનનો સ્વીકાર કરવા દ્વારા ક્રોધનો સ્વીકાર જ આપણે કરી રહ્યા છીએ. ખરીદી કરવી, સ્વીકાર કરવો એટલે કે તેની અસરમાં આવી જવું. જો અપમાનનો કે ગાળ વગેરેનો સ્વીકાર ન કરીએ, તેની અસર મગજમાં સહેજ પણ ન લઈએ, તો ગુસ્સો આવે તેવી કોઈ શક્યતા નથી. જેમ કોઈ હસતા હસતા તમિલ ભાષામાં તમને ગાળ સંભળાવી જાય છતાં તમે ગુસ્સે નથી થતા. કારણ કે ગૂજરાતીભાષી તમે તે ગાળને ખરીદતા નથી/સ્વીકારતા નથી સ્વીકારી શકતા નથી. આ પસીંગ (= ખરીદી/સ્વીકાર) પોલિસી એ જ જણાવે છે કે સામેવાળો સારા શબ્દો પણ તમને સંભળાવે છે, ખરાબ શબ્દો પણ સંભળાવે છે. આમાંથી સારો માલ કયો ? સારા શબ્દો જ ને? તો પછી ખરીદી સારા શબ્દોની શા માટે નહીં ? આ પ્રશ્નનો સાચો જવાબ મેળવજો કે - રસ સારા શબ્દોની ખરીદીમાં કે ખરાબ શબ્દોની ખરીદીમાં ? સામેવાળી વ્યક્તિએ બોલેલા સારા શબ્દો વધારે યાદ રહે કે ખરાબ શબ્દો ? સારા શબ્દો બોલ્યા પછી જો તે વ્યક્તિ ખરાબ શબ્દો બોલે તો ખરાબ શબ્દોને તમે સ્વીકારો કે સારા શબ્દોને ? તમારું વલણ તેણે બોલેલા સારા શબ્દોના આધારે કે ખરાબ શબ્દોના આધારે ? જો સારા શબ્દો બોલ્યા પછી ખરાબ શબ્દો બોલવામાં આવે તો સારા શબ્દોની કોઈ નોંધ લેવા તમે તૈયાર નથી, તો પછી ખરાબ શબ્દો બોલ્યા પછી, સામેવાળી વ્યક્તિ જ્યારે સારા શબ્દો બોલે ત્યારે ખરાબ શબ્દોની અસર શા માટે નાબૂદ નથી થતી ? આ બધા પ્રશ્નોના જવાબ નકારાત્મક જ આવતા હોય તો માનવું રહ્યું કે હજુ ખરાબ માલની જ ખરીદી કરવામાં તમને રસ છે. વ્યવહાર જગતમાં સાચા-ખોટા, સારા-ખરાબ માલની પરખ કરવામાં કુશળ એવા પણ તમે શા માટે અત્યંતર જગતમાં આ બાબતે થાપ ખાઈ જાઓ છો ? સામેવાળી વ્યક્તિએ કરેલા સારા વ્યવહારની જ મગજ ઉપર અસર લઈ = તેની જ ખરીદી કરી તેના દુર્વ્યવહારને કદાપિ ખરીદ ન કરવાનો સંકલ્પ શા માટે પ્રગટતો નથી ? આ જ 204