________________ સામે ચાલીને ખુમારીથી જ શા માટે ન આપવું ? સસ્પેન્ડ થવા કરતા રિટાયર થવામાં જ ગૌરવ છે” - આવી સુંદર હકારાત્મક વિચારસરણી અપનાવી પ્રેમચંદભાઈએ મનને સંક્લેશમાંથી તો બચાવ્યું. સાથે સાથે પુણ્યનું ભાથું પણ બાંધી લીધું. અંડરવર્લ્ડના માણસોને સોપારી ખવડાવી રૂપિયા ઓકાવાનો તો વિચાર કરવા પણ પ્રેમચંદભાઈ તૈયાર નથી. આ પોઝિટીવ વિચારસરણીનું પરિણામ પણ એ જ આવ્યું કે જે આવવું જોઈતું હતું. આચાર્ય પદવી થઈ પછી ત્રણ જ મહિનામાં 65 લાખ રૂપિયાની ઉઘરાણી આવી ગઈ. આ બધો પ્રભાવ પોઝિટીવ એંગલનો અને તેના દ્વારા ઊભા થયેલા વિશુદ્ધ પુણ્યનો છે. જેમ જેમ પોઝિટીવ એંગલ અપનાવવામાં આવે તેમ તેમ પુણ્ય પણ વધતું જાય. નેગેટીવ એંગલ અપનાવવા જતા જૂનું પુણ્ય પણ ઘસાતું જાય અને પાપ બંધાય તે નફામાં. નેગેટીવ એગલને જ શાસ્ત્રકારો આર્તધ્યાન તરીકે જણાવે છે. આર્તધ્યાન પાપ બંધાવે કે પુણ્ય? એક તો પુણ્ય ઓછું છે. માટે વિચિત્ર પરિસ્થિતિઓ ખડી થાય છે. એમાં જો આર્તધ્યાન કરીએ તો તેના દ્વારા ઉભું થયેલું પાપકર્મ પરિસ્થિતિને સુધારશે કે વધુ બગાડશે ? સોક્રેટિસની પત્ની ઝંટાપી ભારે તુંડમિજાજી. જેટલો સોક્રેટીસ તત્ત્વજ્ઞાની, તેટલી જ પત્ની તુંડમિજાજી. જીવતર ઝેર જેવું લાગે તેટલી હદનો ખરાબ સ્વભાવ. એક વાર પત્નીની કૃપા (?) સોક્રેટીસ ઉપર ઉતરવા લાગી. જાત-જાતના અપશબ્દોને વરસાવવાની સાથે સાથે હદ બહાર ગુસ્સો સોક્રેટીસ ઉપર ઝંટાપી વરસાવી રહી હતી. ત્યાં અચાનક સોક્રેટીસના મિત્રો આવી ચડ્યા. સોક્રેટીસની પત્નીનું આવું રોદ્ર સ્વરૂપ જોઈ એ બધાં હેબતાઈ જ ગયા. મિત્રોને જોઈ સોક્રેટીસે તરત કીધું - ચાલો મિત્રો ! આપણે બહાર ફરવા જઈએ.” મિત્રો સાથે સોક્રેટીસ બહાર નીકળવા લાગ્યો. આ બાજુ ઝંટાપીનો ગુસ્સો શમ્યો ન હતો. સોક્રેટીસની વાત સાંભળી તે સમસમી ગઈ. પોતાનો ગુસ્સો ઉતારવા એણે બહાર જઈ રહેલા સોક્રેટીસ ઉપર ગેલેરીમાંથી સુંડલો ભરીને રાખ ઠાલવી દીધી. સોક્રેટીસ આખે આખો 174