________________ જવાનો અવસર આવ્યો. આમ તો પૂર્વે અનેક વાર શિષ્યની પરીક્ષા થઈ ચૂકી હતી. પણ, ઉપદેશ આપવાનો અવસર આવ્યું ફાઈનલ પરીક્ષા લેવાનું ગુરુને મન થયું. જવા માટે તૈયાર થઈને આવેલા શિષ્યને પૂછ્યું - “અલ્યા ! તું ઉપદેશ દેવા માટે તો નીકળે છે. પણ, જો કોઈ તારો ઉપદેશ નહીં સાંભળે તો ?' શિષ્ય શાંતિથી કીધું - “ગુરુદેવ ! ઉપદેશ ન સાંભળે તો શું થઈ ગયું ? હું એમ વિચારીશ કે કમ સે કમ મને ભિક્ષા તો આપે જ છે ને !" અલ્યા ! પણ, કોઈ તને ભિક્ષા ય નહીં આપે તો ?' તો હું એમ માનીશ કે મને ગાળો તો નથી આપતા ને ?' કદાચ, માની લે કે એ લોકો તને ગાળો પણ આપે તો?' તો હું એમ માનીશ કે મને તમાચો તો નથી મારતા ને ?' કદાચ તમાચો મારે તો ?' ‘મને પથરા તો નથી મારતા ને ? - એમ વિચારીશ.” ‘પથરા મારે તો ?' શસ્ત્ર તો ઉગામતા નથી ને ? - એમ માનીશ.” ગુરુદેવ શિષ્યને પૂરેપૂરો જાણી લેવા માંગતા હતા. માટે, પરીક્ષા આગળ લંબાવી. કદાચ, તારી ઉપર શસ્ત્ર પણ ઉગામે. ભયંકર યાતના તને આપે તો ?' ‘તો હું વિચારીશ કે મને જાનથી તો નથી મારી નાંખતા ને?” ‘કદાચ જાનથી પણ ખતમ કરે તો ?' “અરે ગુરુદેવ ! આખરે તો આ શરીરને જ તેઓ નુકસાન પહોંચાડી શકશે ને ? મારો આત્મા તો અજર અમર છે. તેને નુકસાન પહોંચવાનું જ નથી. તો પછી જાન ગુમાવવાનો શોક શો ? મારે તો પ્રભુના વચનોને જન-જન સુધી પહોંચાડવા છે.” ગુરુદેવ પ્રસન્ન-પ્રસન્ન થઈ ગયા. સમજી ગયા કે પોઝિટીવ ચિંકીંગ - હકારાત્મકૅ વિચારધારાને બરાબર આત્મસાત્ કરી ચૂકેલ મારો આ શિષ્ય દુનિયાની ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખી નહીં થાય, 168