________________ વિદાય થવાના હતા. વહુ એ જ દિવસે સંતપુરુષને મળવા પહોંચી ગઈ. સંતપુરષ એને ઓળખી ગયા. વહુએ ખૂબ જ દિલથી સંતપુરષનો આભાર માન્યો. આખરે આ સંતપુરુષે જ તો નવી જીંદગી અને નવી જીંદગી જીવવાનું જોમ, તાવીજના માધ્યમે આપ્યા હતા. છેલ્લે જતા જતા વએ પોતાના મનમાં ઘોળાતી શંકા રજૂ કરી - “સ્વામીજી ! અત્યારે તો મારે એ તાવીજનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો આવે છે. છેલ્લા ઘણાં દિવસોમાં તો એક પણ વાર ઉપયોગ કરવાનો થયો નથી. પણ, આ તો એક એવી શંકા રહ્યા કરે છે કે કદાચ આ તાવીજ મારાથી ખોવાઈ ગયું તો શું ? ત્યાર બાદ મારું જીવન ઝેર જેવું નહીં થઈ જાય ? સાંભળ્યું છે કે આપ થોડા દિવસોમાં આ ગામ છોડી ચાલ્યા જવાના છો. તો શું આપ મને એક વધારાનું તાવીજ ન આપી શકો ?" વહુની આ માંગણી સાંભળી સંત ખડખડાટ હસી પડ્યા. હજુ સુધી વહુ આ તાવીજના રહસ્યને પામી શકી ન હતી - એ જાણી એમને હસવું આવી ગયું. વહુ તો સંતપુરુષનું હાસ્ય જોઈ ડઘાઈ ગઈ. એણે પૂછયું - “કેમ ? મેં કંઈ ખોટું પૂછી લીધું ?" “ના, ના, આ તો તું હજુ સુધી તાવીજનું રહસ્ય સમજી ન શકી એટલે આશ્ચર્ય થાય છે. તાવીજ ખોલીને જો. એની અંદર શું છે ?'' વહુને પણ ઘણા વખતથી જિજ્ઞાસા હતી જ. પણ ભયના કારણે તે જોતી ન હતી. સતે જ કીધું ત્યારે તરત જ એણે તાવીજ ખોલી દીધું. અંદર જોયું તો આશ્ચર્ય ! અંદરમાં તાવીજ સાવ જ ખાલી ! વહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને તો એમ કે અંદર કેટલાય મંત્રો લખેલ કંઈક નવી જ વસ્તુ હશે. પણ, એવું તો કશું જ તાવીજમાં ન હતું. ભારોભાર આશ્ચર્યથી એણે સંતપુરુષની સામે જોયું. સંતપુરુષ એનો ભાવ કળી ગયા. એમણે વાત કરી - “આમાં તાવીજનો કોઈ પ્રભાવ નથી. આ તાવીજે તો ફક્ત તમારા અને સાસુમા વચ્ચે વાચિક અંતર પડાવ્યું છે. અત્યાર સુધી સાસુમા જેવું બોલે કે તમે સામે બોલતા હતા. એમાં વાત વધી પડતી હતી. રજનું ગજ થતું હતું. પણ, આ 164