________________ ‘તમે ચૂપ જ ઉભા રહો કે વચ્ચે કંઈક બોલો ?' ના, ના. એમ તો હું કાંઈ ગાંજી જાઉં તેવી નથી. સાસુ મને સંભળાવી જાય તો હું કંઈ કમ નથી. બરાબર સંભળાવી દઉં. પણ, આખરે તો એ સાસુ રહ્યા. એટલા કામ આખો દિવસ કરાવ્યે રાખે કે હું તો એ વૈતરું કરીને જ અધમૂઈ થઈ જાઉં છું.” સંતના ધ્યાનમાં આખી વાત આવી ગઈ. થોડા મંત્રોચ્ચાર કરવા પૂર્વક એક તાવીજ કાઢી તેમણે વહુના હાથમાં મૂક્યું અને કીધું - “આ તાવીજ લો, તમારા જીવનમાં શાંતિ સ્થપાઈ જશે.” વહુ તો આનંદિત થઈ ગઈ. વાહ ! ફક્ત તાવીજ રાખવાથી જ જીવનમાં શાંતિ આવી જશે. તેણે પૂછ્યું - “સ્વામીજી ! આ તાવીજનો ઉપયોગ કેમ કરવાનો ? કેવી રીતે અને કેટલો સમય આ તાવીજ મારે મારી પાસે રાખવાનું ?' - સંતે કીધું - “બહેન ! આનો ઉપયોગ કરવાની પધ્ધતિ બહુ સરળ છે. જ્યારે જ્યારે તમારા સાસુમા તમને કંઈ પણ કહેવાનું શરૂ કરે કે તરત તમારે આ તાવીજ મોઢામાં મૂકી દેવાનું. પછી જો જો કમાલ ! થોડી વારમાં જ તમારા સાસુ સાવ જ ચૂપ ! એમનો બોલવાનો પ્રભાવ પણ ધીમે ધીમે ઘટતો જશે. આખરે એ બોલવાનું બંધ જ કરી દેશે. બસ ! તમારે ફક્ત સાસુમા જેવું બોલવાનું શરૂ કરે કે તરત જ મોઢામાં આ તાવીજ મૂકી દેવાનું. તેમાં બિલકુલ વિલંબ ન જ થવો જોઈએ હોં!” વહુ તો એકદમ રાજીના રેડ થઈ ગઈ. વાહ ! ફક્ત તાવીજ મોઢામાં રાખો કે સાસુમા સીધાદોર ! આમ તો સાસુમ બોલવાનું ચાલુ કરે કે અડધો પોણો કલાકે ય પાર ન આવે. પણ સંતના તાવીજથી સાસુમા બોલવાનું લગભગ બંધ કરી દેવાના હતા. સંતનો ખરા દિલથી આભાર માની વહુ પોતાના ઘરે પાછી આવી અને તરત જ આ પ્રયોગ અજમાવવાનો શરૂ કરી દીધો. સાસુમા બોલે કે તરત જ તાવીજ મોઢાની અંદર ! પછી વહુ માટે મોટી જવાબદારી એ આવી પડી કે તાવીજ મોઢામાંથી બહાર ન આવી જાય તે માટે એણે મૌન જ રાખવું પડતું. દિવસો વીતતા ચાલ્યા. તાવીજે જોરદાર કામ કર્યું હતું. સાસુમાએ અડધી વખત બોલવાનું ટાળવા માંડ્યું. લગભગ અડધાથી પણ વધુ પ્રસંગોમાં ૧૬ર