________________ આવો પ્રશ્ન કદાચ ઘણાના મનમાં હશે. પૂર્વભવોના તેવા પ્રકારના સંબંધ, સંસ્કાર વગેરેને વશ અમુક વ્યક્તિ પ્રત્યે તેવું થઈ શકે છે. ઉત્તમ માર્ગ આવા વખતે એ છે કે સામેવાળી વ્યક્તિ પ્રત્યે ઉપશમભાવ, સમતા વિગેરે બધું જ ટકાવી રાખવું. કિંતુ જ્યારે એ ઉત્તમ વિકલ્પ શક્ય નથી બનતો, કર્મોના જોરની સામે તમારા આત્માનું જોર ઓછું પડે ત્યારે મધ્યમ વિકલ્પ તરીકે “કીપ ડીસ્ટન્સ' પોલિસી છે. અંતર રાખો !' - આ મતલબની પોલિસીનો તાત્પર્યાર્થ એ જ કે તેવા પ્રકારની વ્યક્તિ સાથે ભોગોલિક, કાયિક કે વાચિક કોઈ પણ પ્રકારનું અંતર જાળવી રાખો. તે વ્યક્તિથી દૂર રહેવામાં જ તમારી સલામતી છે. પ્રશ્ન :- પણ, જેની સાથે 24 કલાક ગાળવાના હોય તેની સાથે, તેવા પ્રકારની ઘરની વ્યક્તિ સાથે તો અંતર રાખવું શું શક્ય બને ? ઉત્તર :- અંતર માત્ર ભૌગોલિક રીતે જ નથી પડતું. પરંતુ, બીજી ઘણી રીતે અંતર રાખી શકાય છે. તે વ્યક્તિથી જો દૂર રહી શકાતું હોય, ભૌગોલિક રીતે અંતર પાડી શકાતું હોય તો ઉત્તમ. પણ જો તે અંતર શક્ય ન હોય તો જ્યારે જ્યારે પણ તેની સાથે મળવાનો પ્રસંગ આવે ત્યારે, કોઈને અજૂગતું ન લાગે તે રીતે, તેની સાથે વાતચીત ટાળવી. બોલવું જ પડે તો અત્યંત પરિમિત અને પ્રેમાળ શબ્દો જ બોલવા. છતાં સામેવાળો જો ગુસ્સો કરે તો મૌન જ રાખી લેવું. કશું જ ન બોલવું. મૂંગા મોઢે બધું જ સાંભળી લેવું. આ પડ્યું વાચિક અંતર ! સાસુ-વહુ વચ્ચે તકરાર હદપાર થઈ રહી હતી. લગ્ન થયા ત્યારથી માંડી આજ સુધી નાના-મોટા છમકલાં ન થયા હોય તેવા કોઈ દિવસ વીત્યા ન હતા. વહુ માટે જીવવું આકરું થઈ પડ્યું હતું. ઘડીઘડીમાં આપઘાતના વિચારો આવી પડતા. વહુની નજર સાસુ સાથે કે સાસુની નજર વહુ સાથે ટકારાય કે તેમાંથી આગ ઝરવા લાગતી. બોલાચાલી ખૂબ જ વધી ગઈ હતી. ઘરનું આખું વાતાવરણ ભારેલા અગ્નિ જેવું થઈ પડ્યું હતું. વહુ ખૂબ જ ત્રાસી ગઈ હતી. સાસુ-વહુના આ રોજીંદા ઝઘડાઓથી 160