________________ થાય છે અને દુઃખનો આરોપ સામેની વ્યક્તિ ઉપર કરી પરને દુઃખનું કારણ માને છે. “પર મને હેરાન કરે છે' - એવી મિથ્યા માન્યતાના કારણે, પરમાં પરિવર્તન કરવા માટે ભારેખમ પ્રયત્નો કરે છે. તેમાં જો પુણ્યનો સાથ ન મળે તો વધુ દુઃખી થાય છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાના બદલે પોતાની દૃષ્ટિમાં જ પરિવર્તન લાવવું જરૂરી છે. પરિસ્થિતિને હળવાશથી લેતાં, પોતાની દૃષ્ટિને સુધારતાં સ્વસ્થતા અનુભવાશે. ટૂંકમાં, ‘ટેક ઈટ ઈઝિલી પોલિસી એટલો જ સંદેશો આપે છે કે - “ભારેખમ પરિસ્થિતિને પણ જો હળવાશથી લેતા શીખશો અને સદા ભારેખમ પરિસ્થિતિને પણ હળવા બનાવતા શબ્દો બોલતા જો શીખશો તો સ્વર્ગ તમારા માટે ધરતી ઉપર જ છે. કમ સે કમ ગુસ્સાને તો તિલાંજલિ મળીને જ રહેશે. ઉપરાંતમાં, તમને અને બીજાને ઉભયને અનહદ આનંદની પ્રાપ્તિ થશે. ક્યારેક કોઈક એકાદ પ્રસંગને તો હળવાશથી લઈ જુવો. પછી સમજાશે તમને મારું મહત્ત્વ.” ‘ટેક ઈટ ઈઝીલી” પોલિસીના આટલા સંદેશાને જીવનમાં પ્રયોગાત્મક ધોરણે લાવવા માટે રોજે રોજ આટલો સંકલ્પ કરો કે “કમ સે કમ આજે મારે એકાદ પ્રસંગને તો હળવેથી જ લેવો છે.” બધાં પ્રસંગોને તમે હળવાશથી લઈ શકો તો ઉત્તમ. પરંતુ જો તેટલી ધીરજ કે ક્ષમતા વિકસાવી શક્યા ન હો તો રોજનો ઓછામાં ઓછો એક પ્રસંગ કે જે ઘણો ભારેખમ હોય તેને મારે હળવાશમાં લેવો જ છે” - આવો દઢ સંકલ્પ કરવો જ રહ્યો. ધીરે ધીરે ધીરજ અને ક્ષમતા વધારતા જજો. આખરે લક્ષ્ય પહોંચી જશો. ઓલ ધી બેસ્ટ ! 158