________________ જોઈ સારું બોલતા શીખીએ તો આપણી આસપાસનું વાતાવરણ પણ સારું થતું જાય. બગીચામાં જવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ જો કાગડાને પૂછશે કે બગીચામાં શું હતું ?' તો જવાબ એ જ મળશે કે “ત્યાં તો કાદવ અને મરેલા ઉંદર પડ્યા છે. પણ જો બુલબુલને પૂછશે, તો બુલબુલ કહેશે કે “બગીચામાં તો ગુલાબ, જાસુદ અને ચંપાની મઘમઘતી સુવાસ છે.” કાગડાની વાતને જ સાંભળનાર અને સ્વીકારનાર વ્યક્તિ બગીચાની સુવાસથી સ્વયં વંચિત રહી જાય છે. નુકસાન એ વ્યક્તિને છે. જો તેણે બુલબુલની વાત માની હોત તો બગીચાની મઘમઘતી સુવાસ માણવાનું સૌભાગ્ય મળ્યા વિના રહેત નહીં. વાત બુલબુલની પણ સાચી છે અને કાગડાની પણ સાચી છે. કિંતુ સુખ અને શાંતિ બુલબુલની વાતને વધાવવામાં છે. કાગડાની વાતને વધાવવામાં નહીં. આથી, કદી કોઈના નબળા સમાચાર સાંભળવા નહીં અને કાયમ માટે નબળા જ સમાચાર આપનાર વ્યક્તિથી અલગા જ રહેવું. કારણ કે, કાકદષ્ટિ જો વિકસેલી હોય તો સારી વસ્તુમાં પણ દોષો જ દેખાવાના છે. અને જો બુલબુલદષ્ટિ વિકસાવેલી હશે તો સગુણો દેખાયા વિના રહેવાના નથી. માટે, કાકદષ્ટિવાળા જીવોથી દૂર જ રહેવું. સંપર્ક કરવો તો બુલબુલદષ્ટિવાળા જીવોનો કરવો. કારણ કે, કાગડાના સમાચાર બુલબુલની માફક સાચા હોઈ શકે, કિંતુ તે સારા હોય તેવી કોઈ શક્યતા નથી. જો આટલું કરવામાં પણ સફળતા મળી ગઈ તો દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન બુલબુલદષ્ટિથી કરી શકશો. પછી દરેક પરિસ્થિતિને હળવાશથી લેવાનું તમારા માટે દુઃશક્ય નહીં રહે. એક વાત મગજમાં કોતરી રાખવા જેવી છે કે - દરેક પરિસ્થિતિ જવા માટે આવી છે. ભારેખમ પરિસ્થિતિની અમુક જ પળો જો સાચવી લેતા આવડે તો આખરે એ પરિસ્થિતિ જવા માટે જ આવી છે. માટે, દરેક પ્રસંગને હળવેથી લેતા શીખવા જેવું છે. વર્તમાનમાં ઘરોઘર જે સંઘર્ષોની આગ પ્રગટી છે, તેનું મૂળ કારણ શોધવા જશો તો આ જ મળશે કે - નાના નાના પ્રસંગોને પણ ભારેખમ રીતે લેવાની વૃત્તિ. હળવાશથી કોઈ પણ પ્રસંગને 156