________________ કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો આવે ત્યારે “આ વ્યક્તિ પહેલાં મને મળી ગઈ છે, આ જૂની વ્યક્તિ છે' - એમ સામેવાળી વ્યક્તિને, જૂની વ્યક્તિ તરીકે જોવાને બદલે “આ નવી જ વ્યક્તિ છે. જીંદગીમાં સૌપ્રથમવાર જ તે મને મળી રહેલ છે' - આ રીતે નવી વ્યક્તિ તરીકે જ જુવો. તો જ તેના ઉપર જે ગુસ્સો પ્રગટી ઊઠે છે તે શમી શકશે. હા ! કદાચ આ જ વ્યક્તિએ 6 મહિના પહેલાં ખરાબ વર્તાવ કર્યો હોઈ શકે, પણ તે વખતે તો તે કર્માધીન હતો. “એ જીવનો ક્યાં વાંક જ છે ? કર્માધીન બની એ બિચારો અથડાએ રાખે છે. એના કર્મનાં વાંકે હું અત્યારે એને કેમ સજા કરી શકું ? પાડાનાં વાંકે પખાલીને ડામ થોડા અપાય ? અરે ! વાંક એના કર્મનો જેટલો છે તેનાથી વધુ તો મારા કર્મનો છે. કારણ કે મારા એવા વાંકા કર્મો હોય તો જ તે મારી સાથે દુર્વ્યવહાર કરી શકે. તો પછી એ દુર્વ્યવહાર પ્રત્યે સામેવાળી વ્યક્તિને જવાબદાર ઠેરવી અત્યારે શા માટે તેની સાથે મારે દુર્વ્યવહાર કરવો ?" - આવી સ્પષ્ટ સમજણ કેળવી લો. માનવીની આ એક ભારે નબળી કડી છે. નબળી વાતની એ એટલી ગંભીર અસર લઈ લે છે કે તેમાંથી ઝટ એ છૂટતો નથી. અને સારી વાતની બિલકુલ અસર માનવી લેતો નથી. કોઈ નબળો વ્યવહાર કરનાર વ્યક્તિ બીજી મુલાકાતમાં નમ્ર બનીને શાંતિથી વાત કરતી હશે છતાં માનવી તેને કટાક્ષમાં, મેણા-ટોણાની ભાષામાં પણ સંભળાવ્યા વિના રહેશે નહીં. સામેવાળી વ્યક્તિ મિત્ર હશે તો પણ તેનો કોઈક નબળો વ્યવહાર પચાવાની તૈયારી હોતી નથી. એને પણ મેણા-ટોણા મજાક-મસ્તી કોઈના પણ ઓઠા હેઠળ સંભળાવ્યા વિના રહેશે નહીં. આની સહજ પ્રતિક્રિયા એ જ થાય કે સામેવાળી વ્યક્તિ ધૂંધવાઈ જાય. તે એ વાતનો બચાવ કરે કે સામે તમારી ભૂલ બતાવે. અને છેલ્લે સંબંધ બગડતો જાય, ગગડતો જાય. અને વૈરની પરંપરા સર્જાયા વિના ન રહે. દોસ્ત પણ દુશ્મન બન્યા વિના રહેતો નથી. આની સામે જો સામેવાળાના નબળા વ્યવહારને પચાવવાની તૈયારી રાખી હોય તો પહેલાં નબળો વ્યવહાર કરનાર વ્યક્તિને પણ 137.