________________ વહાવનારા તદ્દન જુદા જ લાગતા હતા. ગઈકાલની અને આજન મુખમુદ્રા વચ્ચે કોઈ સામ્ય જણાતું નથી. પરંતુ ગઈકાલના આ ગાળાગાળી કરનાર વ્યક્તિ પ્રત્યે ગઈકાલની સભામાં ઉપસ્થિત રહેનારા આનંદ સુદ્ધાં સહુ શિષ્યોને સહેજ પણ સહાનુભૂતિ જાગી નથી. દરેકના મોઢાં બગડ્યા. કોઈક ઉશ્કેરાયા પણ ખરા. સહુ એને ગઈકાલના દૃષ્ટિકોણથી જ જોતા હતા. ગઈકાલે સહુએ એના માટે જે નબળો અભિપ્રાય બાંધ્યો હતો, તે છોડવાની હજુ કોઈની તૈયારી જણાતી ન હતી. ગઈકાલનો હિસાબ આજે વસૂલી લેવાની પણ ઘણાની ઈચ્છા જણાતી હતી. એ ભાઈ તો પશ્ચાત્તાપની પાવક જ્વાળામાં પ્રવળી રહ્યા હતા. આંખમાંથી દડદડ આંસુ સર્યે જતા હતા. બુદ્ધની નજીક પહોંચ્યા કે તરત જ બુદ્ધે આવકાર્યા - “પધારો ભાગ્યશાળી !" પેલા ભાઈ તો સીધા તેમના ચરણોમાં જ પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા જ લાગ્યા. મને માફ કરી દો, મને માફ કરી દો.” આ જ વાતનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. બુદ્ધ સાથે નજર મેળવવાની તાકાત પણ ગુમાવી દીધી હતી. પણ બુદ્ધ તો એ જ શાંત અને પ્રસન્ન મુદ્રામાં હતા. એમણે પૂછ્યું - “અરે ભાગ્યશાળી ! તમે કેમ રડો છો ? તમારો શો ગુનો થયો છે ?' આ સાંભળીને પેલા ભાઈને આશ્ચર્ય થયું. “શું આપ મને ઓળખતા નથી ? મને ભૂલી ગયા ? ગઈકાલે આપની તરફ ગાળાગાળી કરનાર, આપની ઉપર આક્ષેપો મૂકનાર એવા મને ભૂલી ગયા ? શા માટે આપ આવી મજાક કરો છો ?' બુદ્ધ જવાબ આપ્યો - “ના, ભાગ્યશાળી ! ગઈકાલે જે આવ્યા હતા તે આપ નથી. કારણ કે, ગઈકાલે આવનાર ભાઈના મુખ ઉપર ક્રોધરૂપી રાક્ષસે અડ્ડો જમાવ્યો હતો. તમારા મોઢા ઉપર તો ક્ષમાનું અમૃત દેખાય છે. એનું મોઢું રૌદ્ર હતું. તમારું મોઢું સૌમ્ય છે. એની આંખ ક્રોધથી લાલચોળ થઈ ગઈ હતી, તમારી આંખ રડી રડીને લાલ થઈ ગઈ છે. એની જીભ ઉપર કડવાશે વાસ કર્યો હતો. તમારી જીભમાંથી તો મીઠા મધઝરતા શબ્દો નીકળી રહ્યા છે. ના, ના, આટ-આટલા 133