________________ જ થઈશ.” જેવા પ્રકારના વ્યવહારથી તમે નારાજ થતા હો તેવા વ્યવહારને કોઈની પણ સાથે ન કરો. તેને દૂરથી દેશવટો આપી દો. કોઈ આદર-બહુમાનથી આપણને માન-સન્માનપૂર્વક બોલાવે તે ગમે. પણ, સ્વયં જ્યારે બીજાને આદર-બહુમાન આપવાનું આવે ત્યારે કેમ કંજૂસાઈ આવી જાય છે ? જેટલો આદર-બહુમાન બીજાને આપીએ તેટલો જ બીજા પાસેથી આપણને આદર-બહુમાન મળે. ઈકો પોલિસીની આ હકીકત સનાતન સત્ય રૂપ છે. માણસને ખબર છે કે ગોળગુંબજમાં હું જે બોલીશ તેનો પડઘો મારે સાંભળવો જ પડશે. માટે, તે સારો જ શબ્દ બોલશે, ખરાબ નહીં. પરંતુ જ્યારે જીવનવ્યવહારમાં વાત આવે ત્યારે માત્ર બીજા પાસેથી સારા વ્યવહારની અપેક્ષા હોય છે. મતલબ કે પડઘામાં સારો વ્યવહાર જોઈએ છે. પરંતુ સારો વ્યવહાર કરવાની કોઈ તૈયારી નથી હોતી. આપણાથી દબાઈ શકતા હોય તેની સાથે આપણે જો સતત દુર્વ્યવહાર જ કરે રાખતા હોઈએ તો પડવામાં સારા વ્યવહારની આશા રાખવી મૂર્ખતાની પરિસીમા છે. થોડું અભિમાન ઓછું કરી બીજાને માન-સન્માન આપતા શીખીએ તો કંઈક ઠેકાણું પડે. બાકી અક્કડ રહેવા ગયા તો કર્મસત્તા ખો ભૂલાવી દે તેવી છે. પેલો નેપોલિયન બોર્નાપાર્ટ. ભારે અભિમાની. કોઈની સાથે સારી રીતે વાત કરવા તૈયાર નહીં. પોતાના દરેક સૈનિકની સાથે તોછડાઈથી જ વાત કરે. એકવાર નેપોલિયન ઊંચેથી કંઈક લેવા માટે મહેનત કરતો હતો. પણ તેની ઊંચાઈ ઘણી ઓછી હોવાથી ત્યાં સુધી તે પહોંચી શકતો ન હતો. બાજુમાં જ નેપોલિયનનો અંગરક્ષક 6 ફટિયો ઊભો હતો. તેણે તરત જ કીધું - “સર ! હું આપનાથી મોટો છું. માટે, મારો હાથ ત્યાં સુધી પહોંચી જશે.” “શું બોલ્યો ? તું મારાથી મોટો છે ? મોટો નહીં, ઊંચો છે” - નેપોલિયન તાડૂકી ઉઠ્યો. પોતાની જાતને સમ્રાટ માનનાર આ વ્યક્તિની હાલત છેલ્લે કૂતરા કરતાં પણ દયનીય થઈ. સેન્ટ હેલેના ટાપુ ઉપર કેદ અવસ્થામાં ઝેર ખાઈ-ખાઈને ધીમા મોતે મરવું પડ્યું. કેવો કરુણ અંજામ ! 123