________________ છે. પ્રભુના પક્ષકાર થવામાં જ કલ્યાણ છે. કારણ કે, આપત્તિના સમયમાં તો સોહામણો લાગતો સંસાર પણ બિહામણો જ નીવડે છે. માત્ર પ્રભુ જ ત્યારે પડખે ઊભા રહેવા તૈયાર હોય છે. તેમણે જીવન ટૂંકાવી દેવાનું નક્કી કરી દીધું. બજારમાંથી ઝેર પણ ખરીદીને લઈ આવ્યા. આખા જીવનમાં પ્રભુભક્તિ શાંતિથી કરી ન હતી. છેલ્લે છેલ્લે ખરા હૃદયથી પ્રભુ યાદ આવ્યા. પ્રભુભક્તિ કરવાનું મન થયું. સાંતાક્રુઝના કુંથુનાથ પરમાત્માના જિનાલયે પ્રભુભક્તિ શરૂ કરી. અંતરમાં કોતરાઈ ચૂક્યું છે કે “આ આખો સંસાર તો સ્વાર્થી છે. આ સંસારમાં મને બચાવનાર, મારું કોઈ કહી શકાય તેવું હોય તો તે છે માત્ર ને માત્ર પરમાત્મા. નાથ ! જીવનની અંતિમ ઘડીઓમાં તને ભાવથી-દિલથી પૂજી લેવા છે કે જેથી મોક્ષ સુધી મને તારો સાથ અખંડ રીતે મળ્યા કરે.” આવી ઉછળતી ભાવધારામાં ઝીલતા ઝીલતા લગભગ 3 કલાક જેટલો સમય પ્રભુભક્તિમાં પસાર થઈ ગયો. પણ, ખ્યાલમાં નથી કે કેટલો સમય વીતી ગયો. ચાર-ચાર કલાક પ્રભુભક્તિમાં વીતાવ્યા પછી માનસિક સ્વસ્થતા અને પ્રસન્નતા સાથે ઘરે આવ્યા. આપઘાત કરવા માટે એક રૂમમાં પોતે ઘૂસી ગયા. રૂમને અંદરથી લોક કરી દીધો. પોતાને મહત્ત્વનું કામ છે. માટે, કોઈએ ખલેલ ન પહોંચાડવી' - આ પ્રમાણે ઘરના બધા સભ્યોને જણાવી દીધું. ઝેર પેટમાં ઉતારતા પહેલાં માનસિક પ્રાર્થના પણ કરી લીધી, પત્ની ઉપર ચિઠ્ઠી પણ લખી દીધી. અચાનક ટેલીફોનની ઘંટડી રણકી. પોતાના પર્સનલ ફોનની ઘંટડી વાગી રહી હતી. “આવા સમયે કોણ ફોન કરી રહ્યું છે ?' - એવા વિચાર સાથે ફોન ઉપાડ્યો. ચાર-પાંચ મિનિટ ફોન ઉપર વાત કરી અને તે પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. પરમાત્માએ જાણે પોતાની ઉપર મહેર વરસાવી હતી. વાત એમ બની કે પોતાનો બહુ જૂનો પણ અત્યંત નિકટનો એક મિત્ર કલકત્તા રહેતો હતો. કલકત્તા ગયો ત્યારથી તેની સાથે કોઈ સંબંધ રહ્યો ન હતો. પણ, કલકત્તામાં રહેનાર તે મિત્રને માથે અત્યારે આપત્તિ આવી હતી. ત્યાં ઈન્કમટેક્સ 111