________________ મહાસાગર સમા સિદ્ધ પરમાત્માઓ અને ક્યાં આપણી આ ઉકળાટભરી અવસ્થા ? ગુસ્સો કરતા કેવો સંકોચ અનુભવાય ? ગુસ્સા વખતે એટલી સ્વસ્થતા ન ટકતી હોય તો શાંતિના સમયમાં આ વાતને ઘંટો કે “સિદ્ધ પરમાત્માઓ મને પ્રત્યક્ષથી જોઈ રહ્યા છે. જાણે એ મારી બાજુમાં જ ઊભા છે.” હવે ગુસ્સો કરતા કેટલો બધો સંકોચ થાય ? જો આવો સંકોચ થાય તો ગુસ્સો જાય. એક માનવ થઈને તમે ગુસ્સામાં જેમ આવે તેમ બબડતા હો તે કેમ ચાલી શકે ? તમારા ગુસ્સાની કોઈએ ઉતારેલી વિડીયો ફિલ્મ જુવો, તમને પણ અરેરાટી થશે. ચાર-પાંચ વખતની, તમે ગુસ્સે થયા હો તેની વિડીયો ફિલ્મ જોશો તો તરત જ ખ્યાલ આવી જશે કે રૂડા રૂપાળા દેખાતા તમે ગુસ્સામાં કેવા ભયાનક થઈ જાઓ છો. ટૂંકમાં, મિરર પોલિસી એટલું જ કહે છે - ‘તમે જેવા ગુસ્સા વખતે હો છો તેને અરીસામાં જોશો તો તમે હેબતાઈ જશો. માટે, નરને વાનરમાં બદલી નાંખનાર આ ગુસ્સાને આજે જ તાકીદે રવાના કરી દો. તમારો ગુસ્સાયુક્ત ચહેરો તમને ખુદને પણ અપ્રિય લાગતો હોય તો બીજાને કેવો લાગે ? સ્વયં પોતાની જાતને જ પોતાની જે વસ્તુ અપ્રિય લાગે તે બીજાને ધિક્કાર અને તિરસ્કારને પાત્ર લાગે તેમાં શું નવાઈ ? ક્રોધયુક્ત તસવીરને હસતી ખીલતી કરી નાંખવા તાસીર બદલી દો. ફક્ત તસવીર જ નહીં, તકદીર પણ બદલાઈ જશે. તે પણ હસતું થઈ જશે. આજુ બાજુનું આખું જગત હસતું થઈ જશે.” ક્રિોધને જીતવાનો રામબાણ ઈલાજ - મૌન - મહાત્મા ગાંધી. 100