________________ કે આત્મા ઉપર ક્રોધનો જખમ નહીં જ પડે. દુઃખ તો વધુ ત્યારે થાય કે જ્યારે શરીરને-કપડાને-વસ્ત્રને સાચવવા માટે તમે ગુસ્સો કરી બેસો. કારણ કે આનો સીધો અર્થ એ જ થાય કે રાખના પડીકાને સાચવવા માટે તમે ડાયમંડ પેકેટ ફગાવી દીધું. અત્યંત કિંમતી ખજાના જેવા આત્માને ઉપેક્ષિત કરી શરીરાદિને વધુ મહત્ત્વ આપ્યું. ર૪ તીર્થકરોએ પણ આપણને આ ઉપદેશ આપ્યો છે કે શરીરને સાચવવાના બદલે આત્માને સાચવી લો. અરે ! માત્ર ઉપદેશ જ નથી આપ્યો, જીવનમાં ઉતારીને પણ આપણને દેખાડ્યું છે. કમઠ નાસિકા સુધી પાણી આવી જાય તેવી વૃષ્ટિ કરે છતાં કમઠ પ્રત્યે લેશ પણ દુર્ભાવ કરવા પાર્શ્વનાથ પરમાત્મા તૈયાર નથી. કારણ કે શરીરને નુકસાન પહોંચે તેની પરમાત્માને પરવાહ નથી, એમને તો પોતાના આત્માને સાચવી લેવો છે. “બહાર જે વીતવું હોય તે વીતે, મારે અંદર આત્મામાં કષાયનો ડાઘ પડવા દેવો નથી' - આવા દઢ સંકલ્પધારી પરમાત્મા હતા. અને આ જ વાત પરમાત્માએ સાકાર કરી બતાવી છે. એક પણ કષાયનો ડાઘો પરમાત્માએ લાગવા ન દીધો. આખરે મહેમાનગતિ બંધ થતા કષાયોને રવાના થવું જ પડ્યું. તમને તો પરમાત્માને આવ્યા તેવા કોઈ ઉપસર્ગો કે તકલીફો આવી નથી તથા આવે તેવી શક્યતા પણ લગભગ નથી. છતાં નાનીનાની મુશ્કેલીમાં પણ આત્માને જખમ પહોંચાડે રાખો તો કષાયોથી છૂટકારો મળે કેમ ? પૂજા કરવા દેરાસર જતી વખતે અચાનક રસ્તે સળગતી સિગારેટ ઉપર પગ આવી જાય, ત્યારે સિગારેટ ફેંકી જનાર ઉપર અણગમો ઉપજે કે નહીં ? તમને માન આપવા માટે મકાનનો ચોકીદાર ઊભો નથી થતો, પણ તમારા પછી જ આવનાર તમારા વિરોધીને માન આપવા માટે ઊભો થઈ જાય છે - ત્યારે ગુસ્સો આવે કે નહીં ? આવા ક્ષુલ્લક પ્રસંગોમાં શા માટે મનને દુષિત કરવું ? શા માટે અત્યંત કિંમતી ખજાના પ્રત્યે બેદરકાર રહેવું કે તેને લૂંટાવા દેવો ? મહત્ત્વ મનમાં કોનું છે ? કિંમતી ખજાના જેવા આત્માનું કે રખના પડીકા જેવા શરીરનું? મૂળ વાત એ છે કે આત્મા કિંમતી ખજાના જેવો 83