________________ 242 8 શીખંડના ભજન સાથે કઈ કઈ વસ્તુ ન ખવાય? 9 રીંગણની અભક્ષ્યતા અને નુકસાન લખે. 10 અજાણ્યાં ફળ શા માટે અભક્ષ્ય? શું નુકસાન ? 11 ત૭ફળ કોને કહેવાય? તેથી શું નુકશાન? 12 ચલિતરસ કયારે બને? તેની ઓળખ કઈ રીતે? 13 મીઠાઈ, ખાખરા ત્રણે ઋતુ અનુસાર કેટલા દિવસ ચાલે ? 14 મેવો–મા-કેરી-ચટણી કયારે અભક્ષ્ય ગણાય ? 15 જલેબી-હલ-પાઉં-બિસ્કીટ શાથી અભય? 16 બાવીસ અભક્ષ્યમાં કઈ કઈ ઇન્દ્રિયના જીવોની હિંસા ? 17 અભક્ષ્યના ત્યાગથી શું શું લાભ થાય ? અભક્ષ્ય ખાનપાન વગેરે મહાપાપના યોગે અપરંપાર વેદનાવાળી દુઃખદાયી નરકગતિ દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક એ ચાર ગતિ છે. એમાં નરકગતિમાં રહેલા જીવોને શારીરિક કષ્ટ સહુથી વધારે અને સતત હોય છે. અતિપાપી, મહાહિંસક, કુર પરિણામવાળા, વિરભાવના તીવ્ર વિચારવાળા, અનાચારીઓ, માંસભક્ષણ કરનારા, મદિરાપાન કરનારા, અભક્ષ્ય ખાનપાન કરનારા, પરસ્ત્રીસેવન, મહાઆરંભ, મહાપરિગ્રહ, કર્માદાનના ધંધા, પંચેન્દ્રિય જીવને વધ, ધર્મની અવગણના, ધર્મને નાશ વગેરે મહાપાપ કસ્બારા અને ગમે તેટલાં પાપ કરીને, પશ્ચાતાપ નહિ કરનારા એવા નિષ્ફર મનુષ્યો અને પશુઓ પિતાનાં તેવા તીવ્ર પાપકર્મોનાં ફળે ભેગવવા માટે, નરકગતિમાં જાય, અને ત્યાં ઘણા કાળ સુધી સતત કન્ટેન અનુભવ કરે છે, જેનું વર્ણન જુઓ -