________________ 241 ક સેવ-ગાંઠિયા-બુંદી, દાળ, ચેવડ વગેરેને કાળ મીઠાઈ જેટલે, પરંતુ તે પહેલાં વર્ણ—ગંધ-રસ સ્પર્શ બગડે તો કાળમાન પહેલાં પણ અભક્ષ્ય જાણવાં. છેપાઉં–બિસ્કિટ વગેરે જે ઘણા ટાઈમના મેંદામાંથી તથા બળ લાવવા પલાળી રાખવાથી અભક્ષ્ય બને છે. સરબતનાં પીણુએ વાસી, કાચી ચાસણથી તેમજ ચલિતરસથી અભક્ષ્ય જાણવાં. આ વિષયમાં ઘણું સમજ ગુરૂગમ દ્વારા મેળવવાની જરૂર છે. શ્રી મહેસાણા-શ્રી યશોવિજયજી જન પાઠશાળા તરફથી પ્રગટ થયેલું “અભક્ષ્ય–અનંતકાય વિચાર” નામનું પુસ્તક ખાસ અભ્યાસરૂપે વાંચી-વિચારી અભક્ષ્યના ખાનપાનના દોષથી બચી નિયમપૂર્વક પ્રતિજ્ઞા કરવાની ભલામણ કરવામાં આવે છે. નિયમ વિના આત્મા બચી શકતે નથી. સ્વાધ્યાય પ્રશ્ન:- 1 બહુબીજની અભક્ષ્યતા જણાવી તેનાં નામે લખો. 2 અનંતકાયમાં છથી સંખ્યા મનુષ્યથી કેટલી વધુ ? તે અલ્પબહુત્વથી સમજાવો. 3 અનંતકાયનાં 16 નામ લખી, વર્ણન-ગેરલાભ વર્ણવે. 4 બેળ અથાણું કઈ રીતે અભક્ષ્ય બને ? તેમાં ક્યા જીવો મરે ? 5 અથાણાંમાં શું શું સાવધાની રાખવી જોઈએ ? 6 વિદળ કેવી રીતે બને? તેની વ્યાખ્યા શું ? 7 વિદળમાંથી બચવા ભજનને બનાવતાં અને જમતાં શું શું સાવધાની રાખવી જોઈએ ? આ. 16