________________ 170 કાચું-સચિત્ત મીઠું - પૃથ્વીમાંથી ખાદી કાઢેલું, કેઈ પહાડના શિખરરૂપે મળેલું અને સમુદ્રના.. પાણીથી સાગર કિનારે જમાવેલું એવું સર્વ પ્રકારનું વડાગરું, ઘશિયું, ખાર, લાલ સિંધવ વગેરે અનેક ક્ષારને જેને. અગ્નિશસ્ત્ર ન લાગ્યું હોય ત્યાં સુધી તે “સચિત્ત છે. આત્માના પરિણામ કેમળ ને કેમળ બનતા રહે માટે સચિત્તને ત્યાગ કરે એ શ્રાવકનું ભૂષણ છે, ચડતાં દાળ કે શાકમાં કે અતિ ગરમ વસ્તુમાં નાખેલું મીઠું તે અચિત્ત થઈ જાય છે. અણહારમાં ગણેલા સુરેખાર, સાજીખાર, ટંકણખાર અને ફુલાવેલી ફટકડી અચિત્ત છે. અચિત્ત મીઠું કરવાની જુદી જુદી રીત છે. એક તે માટીના વાસણમાં મીઠું ઉપર મજબૂત પેક કરી કુંભારની અગર કંઈની ભઠ્ઠીમાં મૂકવાથી બરાબર અચિત્ત થાય છે. આ મીઠું લાંબા વખત સુધી સચિત્ત થતું નથી. મીઠાની નિ બહુ સૂક્ષ્મ છે. તેથી તેને અગ્નિનું બરોબર શસ્ત્ર લાગે ત્યારે જ લબે કાળ અચિત્ત રહે. નહિ તે પાછું સચિત્ત થઈ જાય છે. શ્રી વીરવિમલજી મહારાજ સચિત્ત-અચિત્તની સઝાયમાં કહે છે કે - અચિત્તલવણુ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત માસ દિવસ ઉન્હાલામાંય; આઘે રહૂ, સચિત્ત તે થાય. તાવડી-ઠીબ—તેઢી કે તવામાં શેકીને કરેલા અચિત્ત મીઠાને કાળ વર્ષાઋતુમાં સાત દિવસ, શિયાળામાં પંદર