________________ 165 . વગેરેએ બાયલા બનાવ્યા ત્યાં સુધી પણ એમની આંખની પાંપણે ઊંચી ન થઈ. હાથનાં કરેલાં હૈયે વાગ્યાં. તમાકુ-ગાંજો-અફીણુએલ. એસ. ડી. વગેરે નશાવાળી ટીકડી, પ્રવાહી વગેરેથી થતી ખરાબી માટે ડોકટરરચર્ડસ તથા અનુભવી ટૌદ્યો જણાવે છે કે - (1) લેાહીમાં થતી અસર :- તમાકુ વગેરે લેહીને વધારે પાતળું બનાવે છે અને લોહીની અંદરના રાતા રક્તકણમાં વિકાર પેદા કરીને તેને રંગ બદલાવી નાખે છે, જેથી શરીર પીળું-ફિફડું અને નબળું બને છે. (2) હાજરીમાં થતી અસર : તમાકુ હાજરીને નબળી પાડી દે છે, ઊબકા પેદા કરે છે અને વધારે પ્રમાણથી ઊલટી પેદા કરે છે. (3) હૃદયમાં થતી અસર - હૃદયને નબળું બનાવે છે અને તેની ગતિને અનિયમિત કરી મૂકે છે. (4) જ્ઞાનેન્દ્રિયોમાં થતી અસર: તમાકુ આંખની કીકીઓને પહોળી કરે છે. આંખે દેખાવામાં અગડ–લગડ થાય છે. જેમ કે પ્રકાશવાળી લીટીઓ, પ્રકાશ મારતા ડાઘા અને દૃષ્ટિબિંદુ ઉપર આકૃતિઓ લાંબા વખત સુધી દેખાતી રહેવી વગેરે. વળી એને જ સંબંધે કાનથી અવાજ બરાબર સ્પષ્ટ નહિ સમજાવો અને તીણ મોટા અવાજને સહન કરી શકાતો નથી. (5) મગજમાં થતી અસર :- મગજને નકામે કચર નીકળવાનું હોય તેને તમાકુ અટકાવ કરે છે અને મગજમાં કંટાળે વધારે છે.