________________ (35) એક સાયની અણું વાગતાં કે ડાભનું અણિયારું વાગતાં આપણને કેટલું દુઃખ થાય છે? એ અનુભવસિદ્ધ છે. તે અપરાધ વિનાનાં નિર્દોષ પ્રાણી ઉપર છરી ફરી વળતાં કેટલું દુઃખ થતું હશે! તે વિચારી તે જુએ! ખરેખર જીવને મોતનું દુઃખ બધા દુઃખો. કરતાં ચઢિયાતું છે. બીજાના કરેલા મોતથી અનેકવાર મોતની સજા ભોગવવી પડે છે, કર્મને નિયમ અટલ છે. (36) પુરાણકારો કહે છે :- બધા શુક્ર એ બ્રહ્મા છે, માંસ એ વિષ્ણુ છે. અસ્થિને સમૂહ ઈશ્વરરૂપ છે. માંસ નહિ ખાવું જોઈએ. માંસ ખાનાર બ્રહ્મા-વિષ્ણુ-ઈશ્વરનું અપમાન કરે છે, અને માંસને ત્યાગી એમને ભક્ત બની સન્માન કરે છે. (37) માંસ ખાવાથી દેહની શોભાલક્ષ્મી, સુમતિ, સુખ, પવિત્રતા, સત્ય, યશ, કીતિ, પુણ્ય, શ્રદ્ધા, વિશ્વાસ, આરોગ્ય સદ્ગતિ...આ બધાને નાશ થાય છે. (38) મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે (1) માંસાહારને ટકે આપી અનુમોદન કરવાવાળાને (2) પ્રાણુના અંગને કાપનારને (3) પ્રાણીના પ્રાણને નાશ કરનારને (4) માંસ વેચનારને (5) માંસ ખરીદનારને (6) માંસ રાંધનારને (7) માંસ પીરસનારને (8) માંસ ખાનારને. આ સર્વેને પંચેન્દ્રિય જીવના પ્રાણવધનું પાપ લાગે છે. (39) જુદા જુદા ધર્મોના સારભૂત મઃ - (1) અભય. દાન શ્રેષ્ઠ ધર્મ છે (2) અહિંસા પરમ ધર્મ (3) દયા ધર્મનું મૂળ છે. (4) મા હિંસ્યાત્ સર્વભૂતાનિ (5) Thou shall not kill () સર્વ જી સાથે મૈત્રી–પ્રેમ અને વાત્સલ્ય કેળવો (8) જીવોની શરીરની શોભા વધે છે. નામ અને કુળને ઉજજવલ કરે છે. ધન, બળ અને પ્રતિષ્ઠા વધે છે, નિરંતર આરોગ્યને પ્રાપ્ત કરે છે. ત્રણ લોકમાં પ્રશંસા પ્રાપ્ત કરે છે અને સંસાર સમુદ્રને સુખેથી તરી જાય છે.