________________ (b) રાશિઓની રચના : રાશિ=સમુહ, ભિન્ન-ભિન્ન નક્ષત્રોનો સમુહ એટલે જ રાશિ. વાસ્તવિકતામાં આકાશનો પરિકલ્પિત એક નિશ્ચિત વિભાગ, અને તે નિશ્ચિત વિભાગમાં રહેલા નક્ષત્રોની તારાઓથી રચાતો તેવો-તેવો વિશિષ્ટ આકાર રાશિ. 1 ચંદ્ર તથા ૧-સૂર્યના પરિવારમાં રહેલા 28 નક્ષત્રો તે-તે સૂર્ય-ચંદ્રના અર્ધમંડલને પૂર્વ-પશ્ચિમ પૂરેપૂરા વ્યાપીને રહેલા છે તો સામે બીજા સૂર્ય-ચંદ્રના 28 નક્ષત્રો તેના અર્ધમંડલને વ્યાપીને રહેલા છે. જે-તે નક્ષત્રોની નજીક રહેલો પ્રદેશ તે-તે નક્ષત્રોનો વિસ્તાર ગણાય છે. જેવી રીતે કોઇ પણ રાજા રહેશે પોતાના મહેલમાં, પણ તેનું આધિપત્ય પૂરા રાજ્યમાં, રાજ્ય બહારના જંગલોમાં પણ ક્યારેક ચાલે છે તેમ તે-તે નક્ષત્રોના વિમાનો (તેની પ્રત્યેક તારાઓના વિમાનો) 1 ગાઉના છે પણ તેનું આધિપત્ય અમુક નિશ્ચિત વિસ્તાર સુધી ફેલાયેલું મનાય છે. આ રીતે પ્રત્યેક નક્ષત્રના આધિપત્યથી યુક્ત વિસ્તારનો કુલ સરવાળો, = 1 સૂર્ય દ્વારા અહોરાત્રમાં (30 મુ. અથવા 24 કલાકમાં) પસાર થતું અંતર અથવા = સૂર્ય અથવા ચંદ્રનું 1 અર્ધમંડલ = બે સૂર્ય કે બે ચંદ્ર વચ્ચેનું અંતર ઉપરોક્ત અંતરથી યુક્ત આકાશમાં 28 નક્ષત્રોનો પરિવાર સંપૂર્ણ પણે પોત-પોતાના નિશ્ચિત સ્થાન તથા વિસ્તારને ધરાવતા સતત પૂર્વ-પશ્ચિમ પરિભ્રમણ કરે છે.