________________ (4) આકૃતિ : D વદ-૧૨ સમયગાળો : 45 માં ભાગથી 48 ભાગનું આવરાવવું. ખૂણો : 313 થી 324deg (પ્રથમ સૂર્ય-પ્રથમ ચંદ્રનો) પ્રથમ સૂર્યના સૂર્યાસ્ત બાદ, રાતના 3 પ્રહર પૂર્ણ થાય પછી ચંદ્રનો ઉદય. બીજા સૂર્યના પ્રકાશને લીધે દિવસે હોવા છતાં ચંદ્ર ન દેખાય. 4) વદ-૧૨ દ્વિતીય ચંદ્ર Kઐરાવત પ્રથમ સૂર્ય 1) ભરત સૂર્યોદય ઐરાવત સૂર્યોદય દ્વિતીય ભરત " સૂર્ય ભરત પ્રથમ ચંદ્ર પર્વરાહુ શૃંગાટક, જટિલ, ક્ષત્રક, ખરક, દુર્ધર, સગર, મત્સ્ય, કૃષ્ણ સર્પ, કચ્છપ પર્યાયવાચી નામોવાળો તથા કૃષ્ણ, નીલ, રક્ત,પીત, શુકલ આ પાંચ વર્ણયુક્ત વિમાન ધરાવનારો પર્વરાહુ છે, તે ફરતો ફરતો ચંદ્ર નીચે આવે ત્યારે ચંદ્રગ્રહણ અને સૂર્ય નીચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય. ચંદ્રગ્રહણ પૂનમે જ થાય, સૂર્યગ્રહણ અમાસે જ થાય. જઘન્યથી ચંદ્ર- / સૂર્ય ગ્રહણ 6 મહીને થાય, ઉત્કૃષ્ટથી ચંદ્ર ગ્રહણ 42 મહિને થાય, જ્યારે સૂર્ય ગ્રહણ 48 વર્ષે થાય..અહીં જાણવાયોગ્ય ખાસ વાત એ છે કે જ્યારે એકપણ સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થાય છે ત્યારે અઢી દ્વીપવર્તી 132 સૂર્ય-ચંદ્રનું પણ ગ્રહણ થાય જ છે કારણ કે તમામની ગતિ આદિ સમાન છે.