________________ સૂર્યની અપેક્ષાએ-સૂર્યની પાછળ પૂર્વ દિશા, સૂર્યની આગળ પશ્ચિમ દિશા, સૂર્યના જમણા હાથે મેરૂ, ડાબા હાથે લવણ સમુદ્ર આવે, પણ લોકો માટે) દિશા તો સૂર્યને કેન્દ્રમાં રાખી બને છે માટે તે ન્યાયે સૂર્ય ઉગે તે પૂર્વ, અસ્ત થાય તે પશ્ચિમ, મેરૂ તરફ ઉત્તર, લવણ તરફ દક્ષિણ દિશા થાય. 2 દ્વીપના કોઇ પણ સૂર્યનો પ્રકાશ ઉપરોક્ત 4 દિશા પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ તથા ઊર્ધ્વ-અધો દિશામાં જાય છે. વળી કોઇ પણ સૂર્ય (પૂર્વ-પશ્ચિમ) પોતાના અત્યંતર મંડલમાં પોતાની પરિધિના 3 ભાગને અને પોતાના સર્વ બાહ્યમંડલમાં પોતાની પરિધિના છે ભાગને પ્રકાશે છે. અને ઉત્તર-દક્ષિણ લગભગ 83,333 3યો. (મેરૂની ગુફા પ્રકાશમાં બાધક નથી તે મતે) ભાગને પ્રકાશે. તથા ઊર્ધ્વલોકમાં 100 ચો., અધોલોકમાં 800 યો. (સમભૂતલા સુધી) માત્ર જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં અધોગ્રામ હોવાથી 1800 ચો. સુધી પ્રકાશે છે. માટે જંબૂદ્વીપના સૂર્યનું પૂર્વ-પશ્ચિમ પ્રકાશક્ષેત્ર અલ્પ, ઉત્તર-દક્ષિણ પ્રકાશક્ષેત્ર અધિક થાય પણ બાકીનામાં ઉત્તર-દક્ષિણ પ્રકાશક્ષેત્ર અલ્પ, પૂર્વ-પશ્ચિમ પ્રકાશક્ષેત્ર અધિક થાય... માટે સર્વ અત્યંતર મંડલે સમાન શ્રેણી પર રહેલા તમામ સૂર્યો એક સાથે પોત-પોતાની મંડળની પરિધિના એ ભાગને પ્રકાશ અને સર્વ બાહ્યમંડલે સમાન-શ્રેણી પર રહેલા તમામ સૂર્યો એક સાથે જ ભાગને પ્રકાશે. વળી અઢી દ્વિીપના તમામ સૂર્યોના માંડલા, બે મંડલ વચ્ચેનું અંતરુ, પ્રકાશ ક્ષેત્રાદિ જંબૂદ્વીપના સૂર્ય મુજબ જ છે, મુહૂર્તગતિ તે-તે મંડલની પરિધિને આધારે નક્કી થશે.