________________ કુલ 184 માંડલા બન્ને બાજુ રહેલા છે. પણ સર્વ બાહ્ય અને સર્વ અત્યંતરમાં એક જ વાર ચાર હોવાથી 183 માંડલા કહેવાય છે. આમ 366) દિવસે સૂર્ય પાછો મૂળભૂત સ્થાને આવી જાય છે. - વળી આજે જે સૂર્ય દેખ્યો તે 24 કલાક પછી જંબુદ્વીપના અન્ય ક્ષેત્રમાં જાય છે અને તે બીજા ક્ષેત્રમાં રહેલો સૂર્ય 24 કલાક પછી અત્રે (ભરત ક્ષેત્રમાં) આવે છે. પાછો 24 કલાક પછી એટલે કુલ 48 કલાક પછી એરવતમાં રહેલો સૂર્ય એરવતમાં, ભારતમાં રહેલો સૂર્ય ભરતમાં પહોંચે છે. આમ, 1 સૂર્યને સંપૂર્ણ મંડલ પૂર્ણ કરતા 60 મુહૂર્ત = 48 કલાક લાગે છે માત્ર અત્રે મંડલ = વર્તુળ ન લેતા કંઇક જલેબી આકાર સમજવું. આમ અર્ધમંડલ પૂર્ણ કરતા એક સૂર્યને 30 મુહૂર્ત = 24 કલાક સંપૂર્ણ મંડલ પૂર્ણ કરતા એક સૂર્યને 60 મુહૂર્ત = 48 કલાક થાય છે. આ રીતે 6 મહિના 183 દિવસ સુધી સૂર્ય ક્રમશઃ ઉત્તરથી દક્ષિણ તરફ (મેરૂથી લવણ સમુદ્ર તરફ) ગતિ કરી 1) દક્ષિણાયન પૂરુ કરે. આકૃતિ : 8 સૂર્યનું ઉત્તરાયણ તથા દક્ષિણાયન ઉત્તર દક્ષિણા ઉત્તર મેરુ મેરુ //દક્ષિણ (1) દક્ષિણાયન (2) ઉત્તરાયણ . (પછી 183 દિવસ) દક્ષિણથી ઉત્તર તરફ (લવણથી મેરૂ તરફ) ગતિ 0 કરી (2) ઉત્તરાયણ પૂર્ણ કરે છે. અને તે સાથે જ વર્ષ પણ પૂર્ણ કરે છે.