________________ 471 દ્વાર ૧૫૯મું - સાગરોપમ સાગરોપમ. (b) સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમ - 10 4 કરોડ 4 કરોડ x 1 સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ = 1 સૂક્ષ્મ ક્ષેત્રસાગરોપમ. તેનાથી દષ્ટિવાદમાં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયનું પરિમાણ કહ્યું છે. ત્રણે સૂક્ષ્મ પલ્યોપમોનું પ્રયોજન ત્રણે સૂક્ષ્મ સાગરોપમોની જેમ જાણવું. બાદર પલ્યોપમો અને બાદર સાગરોપમની પ્રરૂપણા કર્યા પછી સૂક્ષ્મ પલ્યોપમો અને સૂક્ષ્મ સાગરોપમો સહેલાઈથી સમજી શકાય છે માટે બાદર પલ્યોપમો અને બાદર સાગરોપમોની પ્રરૂપણા કરી છે. તે સિવાય તેમનું બીજું કોઈ પ્રયોજન નથી. + જ્ઞાન ત્રણ પ્રકારના છે - (1) શ્રુતજ્ઞાન - તે પાણી જેવું છે. (2) ચિંતાજ્ઞાન - તે દૂધ જેવું છે. (3) ભાવનાજ્ઞાન - તે અમૃત જેવું છે. + સંસારના સુખને ત્રણ કલંક વળગેલા છે - (1) એ પરાધીન છે. (2) એ થોડો સમય જ ટકે છે. (3) એ દુઃખમિશ્રિત છે. + દોષો જો મને ખરેખર નથી જ ગમતા તો પછી એ દોષો કોઈનાય જીવનમાં હોય, મારે શા માટે એમને જોવા જોઈએ?