________________ દ્વાર ૧૫૫મું -મીઠું વગેરે કેટલા ક્ષેત્ર પછી અચિત્ત થાય? 463 | દ્વાર ૧૫૫મું -મીઠું વગેરે કેટલા ક્ષેત્ર પછી અચિત્ત થાય? | મીઠું, પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, હરતાળ, મણશીલ, પિપર, ખજુર, દ્રાક્ષ, હરડે વગેરે 100 યોજન પછી (મતાંતરે 100 ગાઉ પછી) ભિન્ન-આહાર મળવાથી અચિત્ત થાય છે. આ વસ્તુઓ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખવાથી 100 યોજનની અંદર પણ અચિત્ત થાય છે. આ વસ્તુઓને અચિત્ત થવાના કારણો - (1) ગાડા, બળદની પીઠ વગેરે પર ચડાવવાથી. (2) ગાડા, બળદની પીઠ વગેરે પરથી ઉતારવાથી. (3) તેની ઉપર પુરુષ વગેરે બેસવાથી. (4) બળદ વગેરેના શરીરની ગરમીથી. (5) પૃથ્વી વગેરેના આહારનો વિચ્છેદ થવાથી. (6) સ્વકાયશસ્ત્ર-પરકાયશસ્ત્રરૂપ ઉપક્રમોથી. + વિટ, વિદ્યાર્થી જેમ જેમ ઉપરના કલાસમાં જતો જાય છે તેમ તેમ એની પરીક્ષાના પેપરો અઘરા આવતા જાય છે. સાધક સાધનામાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ એને પડકારો મોટા ને મોટા આવતા જાય છે. + માણસ મરી જવા તૈયાર થઈ જાય છે, પણ પોતાનો ખરાબ સ્વભાવ સુધારી દેવા તૈયાર થતો નથી. + મનના બે જાલિમ દોષો છે - અસ્થિરતા અને આક્રમકતા.