________________ થોડામાં ઘણું જૈનશાસનમાં પદાર્થવિષયક અનેક ગ્રંથો વિદ્યમાન છે. પ્રવચન-સારોદ્ધાર” તેવો જ એક પદાર્થભરપૂરગ્રંથ છે. આ ગ્રંથમાં 276 કારોમાં અનેક પદાર્થોનું નિરૂપણ કરાયું છે. શ્રીનેમિચન્દ્રસૂરિજીએ આ મૂળગ્રંથની રચના કરી છે. તેની ઉપર શ્રસિદ્ધસેનસૂરિજીએ ટીકા રચી છે. ગ્રંથ, ગ્રંથકાર, ટીકા અને ટીકાકાર સંબંધી વિશેષ હકીકતો “પદાર્થપ્રકાશ ભાગ ૨૩'ની પ્રસ્તાવનામાં કહી છે. તે ત્યાંથી જાણી લેવી. મૂળગ્રંથ અને ટીકાના આધારે પ્રવચનસારોદ્ધારના પદાર્થોનો સંગ્રહ પદાર્થપ્રકાશ ભાગ 23' અને ‘પદાર્થપ્રકાશ ભાગ ૨૪'માં કર્યો છે. ભાગ ૨૩માં પહેલા દ્વારથી ૧૨૯મા દ્વાર સુધીના દ્વારોનો સંગ્રહ કર્યો છે. ભાગ ૨૪મા ૧૩માં દ્વારથી ૨૭૬માં દ્વાર સુધીના દ્વારોનો સંગ્રહ કર્યો છે. આ પુસ્તક પ્રવચનસારોદ્ધારના પદાર્થસંગ્રહના બીજા ભાગ રૂપ છે. જેમ શીરો સહેલાઈથી ગળે ઊતરી જાય છે તેમ આ પુસ્તકના માધ્યમે ગહન પદાર્થો સહેલાઈથી મગજમાં ઊતરી જાય છે. સરળ શૈલીમાં લખાયેલું આ પુસ્તક બધા માટે ખૂબ ઉપયોગી છે. ચિત્રો, કોઠાઓ વગેરે દ્વારા આ પુસ્તકમાં પદાર્થોને ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ જીવો પદાર્થવિજ્ઞાન મેળવી તેનાથી પોતાના મનને તરબતર બનાવે એ જ શુભભાવના આ પુસ્તકમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો તેની ક્ષમા યાચું છું અને વિદ્વાનોને તેને સુધારવા વિનંતિ કરું છું. વિ.સં 2072, લિ. માગસર વદ 10 પરમ પૂજ્ય સમતાસાગર (પોષદશમી) પં. પદ્મવિજયજી મહારાજના ઓપેરા સોસાયટી, ચરણકજમધુકર અમદાવાદ આચાર્ય વિજયહેમચન્દ્રસૂરિ