SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પ્રકાશકીય) ‘પદાર્થપ્રકાશ ભાગ ૨૪ને ઉલ્લાસ અને આનંદ સાથે પ્રકાશિત કરીએ છીએ. પ્રવચનસારોદ્ધાર” ગ્રંથના પદાર્થોનું સરળ ભાષામાં સંકલન થયું છે જે બે ભાગોમાં પ્રકાશિત થઈ રહ્યું છે. પહેલા ભાગનું પ્રકાશન પદાર્થપ્રકાશ ભાગ ૨૩'માં થઈ રહ્યું છે. બીજા ભાગનું પ્રકાશન પ્રસ્તુત પુસ્તકમાં થઈ રહ્યું છે. શાસ્ત્રીય પદાર્થોને ટૂંકમાં અને સહેલાઈથી સમજી શકાય એ રીતે તેમનું નિરૂપણ પદાર્થપ્રકાશશ્રેણિમાં કર્યું છે. તેથી જ્ઞાનપિપાસુ જનોને આ શ્રેણિના પુસ્તકો ખૂબ જ ઉપયોગી બને છે. પ્રસ્તુત પુસ્તક પણ અભ્યાસુઓને ખૂબ ઉપકારક બનશે એમાં કોઈ બેમત નથી. આ પુસ્તકના પઠન-પાઠન દ્વારા સહુ કોઈ પોતાની સમ્યજ્ઞાનસમૃદ્ધિને વધારે એ જ શુભેચ્છા. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર વિરતિ ગ્રાફિકસવાળા અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈ-રીતેશભાઈ અને આકર્ષક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર ચઢિયાતી શ્રુતભક્તિ કરવાની સન્મતિ અને શક્તિ અમને મળે એવી શ્રુતાધિષ્ઠાત્રી શારદાદેવીને પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહ
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy