________________ ૩પ્રકારનું સમ્યક્ત્વ 439 તેવી કર્મની ગાંઠને ભેદીને અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. (3) અનિવૃત્તિકરણમાં ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયને ભોગવતા ભોગવતા ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીયનું અંતરકરણ કરે છે. તે આ રીતે - અંતરકરણની સ્થિતિમાંથી દલિક લઈને પહેલી સ્થિતિમાં અને બીજીસ્થિતિમાં નાંખે છે. આમ અંતર્મુહૂર્ત કાળમાં અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. (4) અંતરકરણ કર્યા પછી પહેલીસ્થિતિને ઉદયથી ભોગવે છે અને બીજીસ્થિતિને ઉપશમાવે છે. (5) પહેલી સ્થિતિ સંપૂર્ણ ભોગવાઈ જાય ત્યારે બીજી સ્થિતિ ઉપશાંત થઈ જાય છે. ત્યાર પછી જીવ અંતરકરણમાં પેસી ઔપથમિક સમ્યકત્વ પામે છે. (6) ઔપથમિક સભ્યત્વના કાળમાં જીવ મિથ્યાત્વમોહનીયના 3 પુંજ કરે છે. જેમ મીણ પાયેલ કોદ્રવને ઔષધથી શુદ્ધ કરવા પર કેટલાક કોદ્રવ શુદ્ધ થાય છે, કેટલાક અડધા શુદ્ધ થાય છે અને કેટલાક શુદ્ધ થતા નથી, તેમ મિથ્યાત્વમોહનીયને શુદ્ધ કરતા તેના જે પુદ્ગલો શુદ્ધ થાય છે તેને સમ્યત્વમોહનીય કહેવાય છે, જે પુગલો અડધા શુદ્ધ થાય છે તેને મિશ્રમોહનીય કહેવાય છે અને જે પુગલો અશુદ્ધ રહે છે તેને મિથ્યાત્વમોહનીય કહેવાય છે. (7) પથમિક સમ્યક્ત્વનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં ત્રણમાંથી 1 પુંજનો ઉદય થાય છે. જો સ ત્વમોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામીને ૪થા ગુણઠાણે જાય. જો મિશ્રમોહનીયનો ઉદય થાય તો ૩જા ગુણઠાણે જાય. જો મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો ૧લા ગુણઠાણે જાય. (8) આ કર્મગ્રંથનો મત છે. (9) સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાષ્ટિ બે રીતે સમ્યકત્વ પામે -