________________ દ્વાર ૧૪૯મું - એક પ્રકારથી દસ પ્રકાર સુધીનું સમ્યકત્વ 437 દ્વાર ૧૪૯મું - એક પ્રકારથી દસ પ્રકાર સુધીનું સમ્યકત્વ (1) એક પ્રકારનું સમ્યકત્વ - તત્ત્વરૂપ પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યત્વ. (2) બે પ્રકારનું સમ્યક્ત - (i) દ્રવ્યસત્વ - વિશેષ પ્રકારની વિશુદ્ધિથી વિશુદ્ધ કરાયેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલો તે દ્રવ્યસમ્યકત્વ. (i) ભાવસભ્યત્વ - દ્રવ્યસમ્યકત્વના આધારે થયેલો જીવનો ભગવાને કહેલા તત્ત્વોની રુચિનો ભાવ તે ભાવસમ્યક્ત્વ. અથવા, (i) નિશ્ચયસમ્યકત્વ - દેશ-કાળ-સંઘયણને અનુરૂપ સંયમના યથા શક્તિ બરાબર પાલનરૂપ સંપૂર્ણ સાધ્વાચાર તે નિશ્ચયસમ્યકત્વ. (i) વ્યવહારસમ્યકત્વ - ઉપશમ વગેરે લિંગોથી જણાતો આત્માનો શુભ ભાવ અને તેના કારણરૂપ જિનશાસનની પ્રીતિ વગેરે. અથવા, (i) પૌલિકસમ્યકત્વ - સમ્યકત્વમોહનીયના પુગલોને ભોગવવા રૂપ ક્ષાયોપથમિકસમ્યત્વ તે પૌદ્ગલિકસમ્યકત્વ. (i) અપોલિકસમ્યકત્વ - દર્શન 3 ના ક્ષય કે ઉપશમથી થયેલું જીવના પરિણામરૂપ ક્ષાયિકસમ્યકત્વ કે ઔપશમિકસમ્યક્ત્વ તે અપૌગલિકસમ્યકત્વ. અથવા, (i) નિસર્ગસમ્યત્વ - ગુરુના ઉપદેશ વગેરે નિમિત્ત વિના સ્વાભાવિક રીતે કર્મના ઉપશમ વગેરેથી થનારું સમ્યકત્વ તે નિસર્ગસમ્યત્વ. તે નારકી વગેરેને હોય છે.